- ભાજપ અને ચૂંટણી પંચ સામે આરપારની લડાઈના એંધાણ
- 90 લાખ વોટ કાપ્યાં અને EVM લૂંટ્યાંનો આરોપ
- મમતા બેનર્જીએ ચૂંટણી પરિણામો બાદ ભાજપ અને ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહાર
- પ.બંગાળમાં ભાજપને ભવ્ય જીત બાદ મમતા ગુસ્સે ભરાયા
કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રની મોદી સરકાર અને ચૂંટણી પંચ સામે મોરચો ખોલ્યો છે. તેમણે આ ચૂંટણીને પોતાના રાજકીય જીવનની સૌથી ગંદી અને ઘૃણાસ્પદ ચૂંટણી ગણાવી ભાજપ પર લોકશાહીની હત્યાનો આરોપ લગાવ્યો છે.
મમતાએ દાવો કર્યો કે એક સુનિયોજિત કાવતરા હેઠળ વોટર લિસ્ટમાંથી 90 લાખ નામ કાઢી નાખવામાં આવ્યાં હતા. કોર્ટના હસ્તક્ષેપ બાદ માત્ર 32 લાખ નામ પાછા ઉમેરાયા, ત્યારબાદ પણ ચોરીછૂપીથી 7 લાખ અન્ય નામ જોડી દેવામાં આવ્યાં હતા. તેમણે ટેકનિકલ ધાંધલીનો મુદ્દો ઉઠાવતા પૂછ્યું કે, વોટિંગ પૂર્ણ થયા બાદ પણ EVM માં 80-90 ટકા ચાર્જ કેવી રીતે રહી શકે ? આ અશક્ય છે. તેમણે તેને ચૂંટણી નહીં પણ EVM ની ખુલ્લી લૂંટ ગણાવી હતી.
મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી હારી ગયા છે
ચૂંટણી બુથ પર મને ધક્કો મારવામાં આવ્યો, માર મારવામાં આવ્યોઃ મમતા બેનર્જી
મમતાએ સીધો પ્રહાર કરતા કહ્યું કે ભાજપ અને ચૂંટણી પંચ વચ્ચે મેચ ફિક્સિંગ હતી. નિષ્પક્ષ IAS અને IPS અધિકારીઓને હટાવીને ભાજપના માનીતા અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યાં હતા. તેમણે આક્ષેપ કર્યો કે કાઉન્ટિંગ દરમિયાન તેમના એજન્ટોને ડરાવવામાં આવ્યાં હતા.
#WATCH | Kolkata: West Bengal CM Mamata Banerjee says, "I will not resign, I did not lose, I will not go to Raj Bhavan...The question doesn't arise. No. Now, I also want to say that we didn't lose the election. It is their attempt to defeat us. Officially, through the Election… pic.twitter.com/AKKFvQ2gvq
— ANI (@ANI) May 5, 2026
મમતા બેનર્જીએ મોટી જાહેરાત કરી છે કે તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની લડાઈ ભાજપ સામે નહીં પણ પક્ષપાતી ચૂંટણી પંચ અને સરકારી મશીનરીના દુરુપયોગ સામે છે. મેં મારા વિદ્યાર્થીકાળથી અત્યાર સુધી આવી નીચ અને ઘૃણાસ્પદ રમત ક્યારેય જોઈ નથી. અમે ચૂંટણી હાર્યા નથી, પણ ભાજપે જનાદેશનું અપહરણ કર્યું છે. મમતા બેનર્જીએ જણાવ્યું છે કે તેઓ આ વોટ ડકેતી સામે ચૂપ નહીં બેસે. તેઓ આ ગોટાળાને કોર્ટમાં પડકારશે અને I.N.D.I.A ગઠબંધન સાથે મળીને આ લડાઈને આગળ ધપાવશે.