અંબાલાઃ ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી વૈષ્ણોદેવીના દર્શન માટે જઈ રહેલા પરિવારને લઈને જતી ટ્રાવેલર ટ્રોલી સાથે અથડાઈ હતી. આ દુર્ઘટના અંબાલા-દિલ્હી હાઈવે પર મોહરા પાસે રાત્રે લગભગ 2 વાગ્યે થઈ હતી. ટ્રાવેલરમાં કુલ 26 લોકો સવાર હતા. તેમાંથી છ મહિનાની બાળકી સહિત 7 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે.
અકસ્માત એટલો દર્દનાક હતો કે ટ્રાવેલરનો એક ભાગનો ભૂક્કો બોલાઇ ગયો હતો. ઘાયલો હાઈવે પર પડ્યા હતા. જ્યારે કેટલાક ઈજાગ્રસ્તો ટ્રાવેલરમાં જ ફસાઈ ગયા હતા. ચીસો સાંભળીને ત્યાંથી પસાર થતા લોકોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને પોલીસની મદદથી એમ્બ્યુલન્સ મારફતે કેન્ટોનમેન્ટ સિવિલ હોસ્પિટલ અને આદેશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં રાખવામાં આવ્યા હતા. મોહરા પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળે હાજર પીડિત જણાવ્યું કે તે 23 મેની સાંજે વૈષ્ણોદેવી જવા નીકળ્યો હતો અને બધા એક જ પરિવારના સભ્યો છે. મોહડા પાસે પહોંચતા જ અચાનક ટ્રોલીની સામે એક વાહન આવી ગયું હતું. જેવી ટ્રોલીએ બ્રેક લગાવી કે તરત જ ટ્રાવેલર કાબૂ બહાર ગઇ અને તેની સાથે ટકરાઇ ગઇ હતી.
છ મહિનાની બાળકી સાથે પતિ-પત્નીનું મોત
સોનીપતના રહેવાસી વિનોદભાઇ (ઉ.વ-52), મનોજભાઇ (ઉ.વ-42), ગુડ્ડી, યુપીના હસનપુરના વૃદ્ધ મહેર ચંદભાઇ, યુપીના રહેવાસી સતબીરભાઇ (ઉ.વ-46), દીપ્તિ (6 મહિના)નું મોત થયું છે. હાલમાં કેટલાક ઘાયલોની હાલત નાજુક છે.
આ ઘાયલો હતા
અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની ઓળખ બુલંદશહરના રહેવાસી 50 વર્ષીય રાજીન્દ્ર, 37 વર્ષની કવિતા, 15 વર્ષીય વંશ, 20 વર્ષીય સુમિત, 40 વર્ષીય સરોજ, 15 વર્ષીય નવીન, 50 વર્ષીય નવીન તરીકે થઈ છે. મુગલપુરી, દિલ્હીના રહેવાસી વૃદ્ધ લાલતા પ્રસાદ, 42 વર્ષીય અનુરાધા, 23 વર્ષની શિવાની, 4 વર્ષનો પુત્ર આદર્શ, યુપીના ધનકૌર પાસે જમાલપુરની રહેવાસી ધીરજભાઇ ઘાયલ થયા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/