કચ્છ: કંડલામાં કેમિકલ ફેક્ટરીમાં મોટો અકસ્માત થતા 5 કામદારોના મોત થયા છે. કેમિકલની ટાંકી સાફ કરનારા આ મજૂરોના મોત થઇ ગયા છે, આ અકસ્માત ઈમામી કંપનીમાં થયો હતો. કેમિકલની ટાંકી સાફ કરતી વખતે શ્વાસ રૂંધાવાને કારણે આ મોત થયા છે.
ટેન્કમાં અચાનક ઝેરી ગેસ ઉત્પન્ન થયો હતો. શરૂઆતમાં બે હેલ્પરો ઉતર્યા હતા, બંન્ને અચાનક ગૂંગળામણ અનુભવી રહ્યાં હતા, ત્યાર બાદ બાજુમાં ઉભા રહેલાં ત્રણ હેલ્પરો મદદ માટે અંદર ગયા હતા. પરંતુ કોઇને બચાવી શકાયા નથી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ફેક્ટરીમાંથી પાંચેય કામદારોના મૃતદેહને રામબાગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં છે. મૃતકોમાંથી ચાર લોકો ગુજરાત બહારના છે અને એક પાટણ જિલ્લાનો રહેવાસી છે.
ઇમામી એગ્રોટેક લિમિટેડના પ્લાન્ટના હેડ મૈનિક પાલ કહ્યું કે અમને માહિતી મળી કે લગભગ 12.30 વાગ્યાની આસપાસ કેટલાક લોકો ટાંકીમાં બેભાન થઈ ગયા છે. તેમને બચાવવાના પ્રયાસમાં અન્ય લોકોએ પણ જીવ ગુમાવ્યાં છે. તે ખૂબ જ દુઃખદ છે. અને દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની તપાસ ચાલી રહી છે. અમે મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526