+

કરોડોના કૌભાંડી બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે લુકઆઉટ નોટિસ, સૌરાષ્ટ્રમાં પણ ફેલાવી હતી માયાજાળ- Gujarat Post

ભાજપના કાર્યકર્તાએ કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું અનેક ભાજપના નેતાઓ સાથે સંબંધો હોવાનું આવ્યું સામે ગાંધીનગરઃ સાબરકાંઠા અને અરવલ્લીમાં બીઝેડ ગ્રુપની તમામ ઓફિસો પર સીઆઈડી ક્રાઈમના દરોડા પાડ્ય

ભાજપના કાર્યકર્તાએ કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું

અનેક ભાજપના નેતાઓ સાથે સંબંધો હોવાનું આવ્યું સામે

ગાંધીનગરઃ સાબરકાંઠા અને અરવલ્લીમાં બીઝેડ ગ્રુપની તમામ ઓફિસો પર સીઆઈડી ક્રાઈમના દરોડા પાડ્યા હતા. અંદાજે રૂ. 5000 કરોડના કૌભાંડમાં બીઝેડ ગ્રુપની ઓફિસોમાંથી અનેક દસ્તાવેજો જપ્ત કર્યાં છે. કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી દેવામાં આવી છે હવે તે દેશ બહાર જઇ શકશે નહીં, તે કરોડો રૂપિયાની લક્ઝુરિયસ કારમાં ફરતો હતો અને ઉંચા વ્યાજન અને ગોવા ફરવાની લાલચ આપીને શિક્ષકો અને નિવૃત કર્મચારીનો શિકાર બનાવતો હતો.

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉત્તર- મધ્ય ગુજરાત જ નહીં સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યા હોવાનો ખુલાસો થયો હતો. સૌરાષ્ટ્રના ધોરાજી અને મોરબીમાં BZ ગ્રુપની ઓફિસ તેમજ મોરબી અને ધોરાજીમાં એજન્ટો બનાવ્યાંનો સૂત્રોએ દાવો કર્યો હતો.

ચોંકાવનારો ખુલાસો કરતા સીઆઈડી ક્રાઈમે કહ્યું કે BZ ફાયનાન્સિયલ સર્વિસના લોકો ગ્રાહકોને મહિનાના 3 ટકાથી લઈને વર્ષે 33 ટકા કરતાં વધુ વળતર આપવાની લાલચ આપતા હતા. કેટલા લોકો પાસેથી રૂપિયા લીધા તે કહેવું મુશ્કેલ છે. 175 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળી આવ્યાં છે. આ ગ્રુપ દ્વારા શિક્ષકો અને નિવૃત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા. દરોડા દરમિયાન 16.37 લાખ રોકડા મળી આવ્યાં હતા. એગ્રીમેન્ટ અને 34 દસ્તાવેજો મળ્યાં છે. અનંત દરજી નામનો એક એજન્ટ પકડાયો છે. 5 અન્ય લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. એજન્ટોને 5થી 25 ટકા કમીશન આપવામાં આવતું હતું. હાલમં આ કેસની વધુ તપાસ થઇ રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter