લોકસભા ચૂંટણીઃ સમાજવાદી પાર્ટીએ વધુ 11 ઉમેદવારોનાં નામ કર્યાં જાહેર, માફિયા મુખ્તાર અંસારીના ભાઈને આપી ટિકિટ- Gujarat Post

10:11 PM Feb 19, 2024 | gujaratpost

લખનઉ: અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 11 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. અફઝલ અંસારીને ગાઝીપુર બેઠક પરથી ટિકિટ મળી છે. અફઝલ અંસારીનો મોટો ભાઈ મુખ્તાર અંસારી માફિયા છે અને બાંદા જેલમાં બંધ છે. જો કે, મુખ્તાર અંસારી પોતે જેલની અંદરથી ચૂંટણી લડે છે અને સતત જીતી રહ્યો છે. 2022માં મુખ્તારે તેમની જગ્યાએ તેમના પુત્રને ટિકિટ આપી હતી અને તેઓ જીતવામાં સફળ પણ રહ્યાં હતા.

અફઝલ અંસારી પણ યુપીના રાજકારણમાં નવું નામ નથી. અફઝલે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હાને હરાવ્યાં હતા. 2004માં પહેલીવાર સાંસદ બનેલા અફઝલ અંસારી તેમના પિતાના વારસાને આગળ વધારી રહ્યાં છે. તેમના પિતા સુભાનલ્લાહ અંસારીએ 1977માં રાજનીતિની શરૂઆત કરી હતી. ત્યારથી, અંસારી પરિવારે પૂર્વીય યુપીમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. અબ્બાસ અંસારી અને સુહૈબ અંસારી પણ 2022ની વિધાનસભા ચૂંટણી જીત્યા હતા.

પ્રથમ યાદીમાં સમાજવાદી પાર્ટીએ 16 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. પાર્ટીએ 27 બેઠકો માટે તેના ઉમેદવારો નક્કી કર્યા છે. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીના જણાવ્યાં અનુસાર અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશની 80 સીટોમાંથી 17 સીટોની ઓફર કરી છે. દાવા મુજબ, અખિલેશે એવી ઘણી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યાં કોંગ્રેસ તેના ઉમેદવારો ઉભા કરવા માંગતી હતી. સમાજવાદી પાર્ટીના ઉમેદવારોની બીજી યાદી આવવાની સાથે જ એ પણ નક્કી થઈ ગયું છે કે આરએલડી સાથેનું ગઠબંધન તૂટી ગયું છે. અખિલેશે પણ તે સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે જે તેઓ આરએલડીને આપવા માંગતા હતા.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post