કોંગ્રેસ નેતાઓને ભાજપમાં લાવવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત- Gujarat Post

08:32 PM Apr 04, 2024 | gujaratpost

કોંગ્રેસના નેતાઓના પ્રવેશથી પક્ષના સિનિયરોની અવગણના નહીઃ પાટીલ

અમદાવાદઃ લોકસભા કે વિધાનસભા ચૂંટણી ટાણે કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષપલટો કરી ભાજપમાં સામેલ થઇ જાય છે. જેમાંથી ઘણાને ભાજપ દ્વારા ટિકિટ કે પદની ઓફર કરવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ભાજપમાં મૂળ કોંગ્રેસીઓ સારા હોદ્દા પર છે. જેને લઈ ભાજપના પાયાના કાર્યકરો અને સંનિષ્ઠ નેતાઓમાં કચવાટ છે, પણ તેઓ કંઇ બોલી શકે તેમ નથી.

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે એક અખબારને જણાવ્યું કે મેં પ્રમુખ પદ સંભાળ્યું ત્યારે કોંગ્રેસીઓ માટે દ્વાર બંધ રાખ્યાં હતા. 4 વર્ષ આમ ચાલ્યું પણ પછી પાર્ટીએ નિર્ણય લીધો તેથી કોંગ્રેસની નાની મોટી તાકાત તોડવા ભાજપમાં પ્રવેશ અપાયો છે. રાજ્યમાં કોંગ્રેસના 60 હજાર કાર્યકરો ભાજપમાં ભળ્યાં છે. જેમાં 300 નાના મોટા હોદ્દેદારો, નેતાઓ છે. તેનાથી ભાજપની શક્તિમાં ઉમેરો થયો છે અને કોંગ્રેસને બૂથ માટે પણ કાર્યકર ન મળે તેવી સ્થિતિ થઈ છે.

Trending :

લોકસભા પહેલા અર્જુન મોઢવાડિયા સહિત અનેક કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ગયા છે, આવું અનેક બેઠકો પર થયું છે, ત્યારે ભાજપના નેતાઓએ આયાતીઓ માટે કામ કરવું પડી રહ્યુું છે. બીજી તરફ ભાજપમાં અનેક બેઠકો પર ઉમેદવારો બદલવાની ઉગ્ર માંગ થઇ રહી છે, ભાજપમાં બળવાની સ્થિતી ઉભી થઇ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post