ગુજરાત વિધાનસભાની વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર, પોરબંદર બેઠક પર ત્રીજા તબક્કામાં પેટા ચૂંટણી યોજાશે
આજથી દેશમાં આચારસંહિતા લાગુ થઇ ગઇ
નવી દિલ્હીઃ ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. દેશમાં 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. 55 લાખથી વધુ ઈવીએમ છે.
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ 7 તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશમાં લોકસભાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.
7 મે, 2024ના રોજ ત્રીજા તબક્કામાં 12 રાજ્યોમાં 94 બેઠકો પર, 13 મે, 2024ના રોજ ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન થશે. 20 મે, 2024ના રોજ પાંચમા તબક્કામાં 8 રાજ્યોમાં 49 બેઠકો પર, 25 મે, 2024ના રોજ છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર વોટિંગ થશે. 1 જૂન, 2024ના રોજ 8 રાજ્યોમાં 57 બેઠકો પર સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થશે.
The Election Commission of India releases the schedule for Bye-Elections in 26 ACs along with GE 2024. pic.twitter.com/KjBjJNHDJL
— ANI (@ANI) March 16, 2024
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે દેશમાં 21.5 કરોડ 29 વર્ષ સુધીના યુવા મતદારો છે. પ્રથમ વખત 1.82 કરોડ મતદારો છે. આ તમામ લોકો પોતાનું ભવિષ્ય નક્કી કરવા માટે મતદાન કરશે. આ દેશમાં કુલ મતદારો 96.8 કરોડ છે. જેમાં 49.7 કરોડ પુરૂષો અને 47 કરોડ મહિલાઓ છે. 12 રાજ્યોમાં પુરુષો કરતા મહિલા મતદારોની સંખ્યા વધારે છે. 17 વર્ષથી વધુ ઉંમરના 13.4 લાખ નવા મતદારોની એડવાન્સ અરજીઓ અમારી પાસે આવી છે. આ એવા મતદારો હશે જે 1 એપ્રિલે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરશે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો