લોકસભા ચૂંટણીઃ અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચાર અભિયાનની કરી શરૂઆત- Gujarat Post

09:16 PM Apr 04, 2024 | gujaratpost

અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ફરીથી ભાજપના ઉમેદવાર બન્યાં છે, તેમને આજે હનુમાનની પૂજા કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. શાહની સાથે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુકુલ રોડ પરના મંદિરમાં ભગવાનના આશીર્વાદ લીધા અને પછી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

શાહે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું આઝાદી બાદ દેશને સુરક્ષિત કરવાનું કામ માત્ર અને માત્ર નરેન્દ્ર મોદીએ કર્યુ છે. તમારી સાથે 40 વર્ષથી કામ કરી રહ્યો છું, આગામી દોઢ મહિનો મહાન ભારતના સંકલ્પમાં લાગી જજો. આપણા બૂથનો દરેક મતદાર પીએમ મોદીના સપનાને ભારત સાથે જોડે છે. લોકસભા ચૂંટણી માત્ર સાંસદ ચૂંટવા માટે નથી પરંતુ દરેક મતદારને આપણા સંકલ્પ યાત્રા સાથે જોડે છે.

શાહે કહ્યું, દેશની જતના અબકી બાર 400 પારના નારા લગાવી રહી છે. લોકો ચૂંટણી જાહેર થવાની રાહ જોઈ રહ્યાં છે. સંકલ્પસથી સિદ્ધિનો માર્ગ નરેન્દ્ર મોદીએ બતાવ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશની 135 સીટો પર ફરી વળ્યો છું, દરેક જગ્યાએ મોદી-મોદી છે. તેમણે કહ્યું, આજથી 29 વર્ષ પહેલાનું દ્રશ્ય યાદ આવે છે. હું વિધાનસભા ચૂંટણી લડવા જતો હતો ત્યારે આ જ હનુમાન દાદાના દર્શન કર્યાં હતા અને ભૂપેન્દ્ર પટેલ કોર્પોરેટર હતા. આજે ફરીથી લોકસભા ચૂંટણીની શરૂઆત કરી છે. ભાજપે બૂથ કાર્યકર્તાને દેશના ગૃહમંત્રી બનાવ્યો છે. પાર્ટીએ ગરીબ પરિવારમાંથી આવતાં અને ચા વેચતા વ્યક્તિને પ્રધાનમંત્રી બનાવ્યો. ભાજપમાં આંતરિક લોકતંત્ર છે, જેના કારણે આ શક્ય બન્યું છે.

Trending :

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post