શિસ્તબદ્ધ કહેવાતી ભાજપમાં કેટલીક બેઠકો પર આંતરિક અસંતોષ છે, જેને લઈને ભાજપ ટેન્શનમાં મૂકાયું
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ભાજપના આંતરિક વિખવાદ પર કર્યો કટાક્ષ
ધાનાણીના ટ્વિટ પર યજ્ઞેશ દવેએ વળતો જવાબ આપ્યો
અમરેલીઃ ગુજરાતમાં ધીમે ધીમે લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દરમિયાન ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા એક્સ પર બુધવારે સાંજે પોસ્ટ કરી હતી. ભાજપમાં આંતરિક વિખવાદ અને દિગ્ગજોની ટિકિટ કપાવવા જેવા મુદ્દાઓને સાંકળીને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ભાજપને આડે હાથ લીધી હતી. ધાનાણીએ ટ્વિટર (X) પર કમલમમાં કકળાટ...2004નું પુનરાવર્તન પાક્કું.! શીર્ષક સાથે ટ્વિટ કર્યું હતું.
ત્યારબાદ ધાનાણીએ બીજું ટ્વિટ કર્યું છે જેનું શીર્ષક છે "હા પાડીને, હેઠા બેસાડયા". જેમાં પણ તેમણે ભાજપ પર પ્રહાર કર્યાં છે. ધાનાણીનુંં કહેવું છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપને નુકસાન થવાનું છે, આ વખતે કોંગ્રેસ કેટલીક બેઠકો લઇ જશે.
પરેશ ધાનાણીના ટ્વિટનો જવાબ આપતાં ભાજપના નેતા ડો.યજ્ઞેશ દવેએ લખ્યું, કોંગ્રેસ ટના ટન નહીં કોંગ્રેસ ના પાડવામાં ટના ટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટના ટન. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહના હોમ ટાઉન ભાવનગર અને સ્વ.અહેમદ પટેલના હોમ ટાઉન ભરૂટ સીટ જેલથી સરકાર ચલાવનારના શરણમાં મૂકવી પડી.
કોંગ્રેસ ટના ટન નહિ કોંગ્રેસ " ના " પાડવામાં ટના ટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટના ટન
— Dr.Yagnesh Dave(Modi ka Parivar) (@YagneshDaveBJP) March 27, 2024
પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ના હોમ ટાઉન ભાવનગર અને સ્વ. અહેમદ પટેલના હોમ ટાઉન ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવનાર ના શરણમાં મુકવી પડી
રાજકોટથી પરેશ ધાનાની ની ટનાં ટન "ના "
અમરેલીથી પ્રતાપ દુધાત ની ટનાં… pic.twitter.com/6L45VO0LoQ
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો