+

લોકસભા ચૂંટણીઃ ગુજરાત ભાજપમાં આ શું થઈ રહ્યું છે ? હવે વલસાડના ઉમેદવારના વિરોધમાં લાગ્યાં પોસ્ટર્સ- Gujarat Post

લોકસભાની ચૂંટણી નજીક આવતાં રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે ભાજપમાં છેલ્લા ઘણા દિવસોથી પક્ષમાં જ અસંતોષ જોવા મળી રહ્યો છે વલસાડઃ શિસ્તબદ્ઘ ગણાતી ભાજપમાં પણ હવે આંતરિક રોષ પ્રગટ થઈ રહ્યો છે. સાબરકા

લોકસભાની ચૂંટણી નજીક આવતાં રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે

ભાજપમાં છેલ્લા ઘણા દિવસોથી પક્ષમાં જ અસંતોષ જોવા મળી રહ્યો છે

વલસાડઃ શિસ્તબદ્ઘ ગણાતી ભાજપમાં પણ હવે આંતરિક રોષ પ્રગટ થઈ રહ્યો છે. સાબરકાંઠા, વડોદરા, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી બાદ વધુ એક લોકસભા સીટ પર ઉમેદવારનો વિરોધ શરૂ થયો છે. વલસાડ બેઠક પરથી ભાજપે ધવલ પટેલને ઉમેદવાર જાહેર કર્યાં બાદથી વિરોધ શરૂ થઇ ગયો છે. ધવલ પટેલના વિરોધમાં એક પછી એક સોશિયલ મીડિયામાં લેટર બોમ્બ વાયરલ થઈ ગયા બાદ હવે ધરમપુર વિધાનસભાના ગામોમાં તેમની વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યાં છે. બેનરોમાં લખવામાં આવ્યું છે કે વલસાડ-ડાંગ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલનો ભાજપના કાર્યકર્તાઓ તથા ગામ તરફથી ખુબ જ વિરોધ છે જેનો જવાબ ઈવીએમમાં આપવામાં આવશે.  

થોડા દિવસો અગાઉ આયાતી ઉમેદવારને લઈને પત્ર વાયરલ થયો હતો. જેમાં ઉલ્લેખ કરાયો હતો કે જે કઈ ભૂલ થઈ હોય તેને સ્વિકાર કરીને સારા ઉમેદવારને ટિકિટ આપો. હજુ ઘણો સમય છે. હજુ મોડુ થયુ નથી. ઉમેદવારને બદલ્યાં સિવાય છૂટકો નથી. જે આવુ નહીં થાય તો ભાજપ પક્ષને ઘણુ નુકશાન થવાનુ છે. જો તમારે સત્ય જ જાણવુ હોય તો આઈબી પાસેથી રિપોર્ટ મંગાવો.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter