+

ગાંધીનગરથી અમિત શાહ આ તારીખે ભરી શકે છે ઉમેદવારી પત્ર, જાણો વધુ વિગતો- Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. જેને લઈને ટૂંક સમયમાં ઉમેદવારી પત્રકો ભરાવાનું શરૂ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહને લઈ મોટા સમાચાર સા

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. જેને લઈને ટૂંક સમયમાં ઉમેદવારી પત્રકો ભરાવાનું શરૂ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. અમિત શાહ 18 અથવા 19 એપ્રિલે ઉમેદવારી ભત્રક ભરી શકે છે. ગાંધીનગર લોકસભા બેઠકથી અમિત શાહ ઉમેદવારી પત્રક ભરશે. હાલમાં શાહ ગાંધીનગર બેઠક પર સાંસદ છે અને ફરીથી તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડવા જઇ રહ્યાં છે, આ દિવસે ગાંધીનગર કલેક્ટર કચેરીમાં અમિત શાહ ઉમેદવારી પત્રક ભરવા માટે સમર્થકો સાથે પહોંચશ.

17મી એપ્રિલે ગાંધીનગર લોકસભા બેઠકના મત વિસ્તારમાં રૉડ શૉ કરવાની શક્યતા છે. ઉમેદવારી પત્રક ભરતા પહેલા અમિત શાહ એક મોટી જનસભાને પણ સંબોધી શકે છે. લોકસભા અંતર્ગતના તમામ વિધાનસભા ક્ષેત્રમાં રૉડ શૉનું આયોજન કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, 2019માં અમિત શાહને પાંચ લાખથી વધુ મતની સરસાઈથી મોટી જીત મળી હતી. 2019માં અમિત શાહને 69.67 ટકા મત મળ્યાં હતા.

ગુજરાતમાં આ વખતે ભાજપે તમામ 26 બેઠકો 5 લાખથી વધુની લીડથી જીતવાનો લક્ષ્ય રાખ્યો છે. જો કે રાજકોટ સહિત ઘણી સીટો પર વિરોધ જોતાં આ લક્ષ્ય પૂરો થાય તેવું લાગતું નથી, ઠેર ઠેર ભાજપમાં જ જૂથવાદ સામે આવી રહ્યો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter