+

મોદીનો જાદુ અકબંધ...સમર્થનમાં અમેરિકામાં શીખોએ કાઢી કાર રેલી, પોસ્ટરમાં લખ્યું- તીસરી બાર મોદી સરકાર- Gujarat Post

(Photo: ANI) લોકસભા ચૂંટણીને લઈ વિદેશમાં વસતા ભારતીયોમાં પણ ઉત્સાહ 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે વોશિંગ્ટનઃ ભારતમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. ધીમે ધીમે ચૂંટણી જંગ જામી રહ

(Photo: ANI)

લોકસભા ચૂંટણીને લઈ વિદેશમાં વસતા ભારતીયોમાં પણ ઉત્સાહ

4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે

વોશિંગ્ટનઃ ભારતમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. ધીમે ધીમે ચૂંટણી જંગ જામી રહ્યો છે. સાત તબક્કામાં યોજાનારા મતદાનને લઈ રાજકીય પક્ષોએ ઉમેદવારો જાહેર કરવાની સાથે પ્રચારના પણ શ્રીગણેશ કરી દીધી છે. વિદેશમાં વસતા ભારતીયો પણ લોકસભા ચૂંટણીને લઈ ઉત્સાહિત છે.

અમેરિકાના મેરીલેન્ડમાં શીખ અમેરિકનોએ કાર રેલી કાઢી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં આ રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં ભાગ લેનાર વાહનોના વાહનો પર ભાજપના ઝંડા હતા. આ સાથે ભાજપના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ લખવામાં આવ્યાં હતા, જેના પર 'અબકી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર' વગેરે જેવા સૂત્રો લખવામાં આવ્યાં હતા.

વિદેશમાં વસતા ભારતીયોનો મોદી પ્રેમ અકબંધ છે, આ વખતે પણ મોદી સરકાર બને તેવી શુભેચ્છાઓ સાથે મોદીને સમર્થન મળી રહ્યું છે, ખાસ કરીને અમેરિકામાં વસતો ભારતીય સમૂદાય મોદીને જોરદાર સમર્થન કરી રહ્યો છે.

 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter