શું કરી રહી છે ભૂજ પોલીસ ? ભૂજના બહુમાળી ભવનમાં રાત પડતાં જ જામે છે દારૂની મહેફિલ ? Gujarat Post

11:56 AM Jun 14, 2024 | gujaratpost

(Demo Pic)

શું નશાખોરોની તંત્રને ગંધ સુધ્ધા નથી ?

કાર્યવાહી કરાશે કે દારૂડિયાઓને મોકળું મેદાન અપાશે તેની ચર્ચા ?

કચ્છઃ ભૂજના બહુમાળી ભવનમાં 42 જેટલી જુદા જુદા વિભાગની કચેરીઓ આવેલી છે. શહેરની મધ્યમાં જ આવેલી બહુમાળી ભવનમાં દિવસે સરકારી કામો માટે આવતા અરજદારોની કચેરીઓ ધમધમે છે. રાત્રિના દારૂની મહેફિલો મંડાતી હોય તેવા ચિત્રો અહિં પડેલી દારૂની ખાલી બોટલો જોતા લાગી રહ્યું છે.

નવાઈની વાત એ છે કે, નજીકમાં જ પોલીસ વડાની કચેરીઓ, કોર્ટ, કલેકટર ઓફિસ આવેલી છે.બહુમાળી ભવનના ખુણે ખાચરે ઈંગ્લિશ દારૂની બોટલો પડી છે. ઠેર ઠેર પડેલી બોટલોથી જાણે અહીં બાર હોય તેમ બિન્દાસ દારૂની રમઝટ બોલી રહી છે.આ મામલે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાશે કે નશાખોરોને મોકળું મેદાન આપશે તેવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. 

ત્યારે પોલીસે આ મામલે ઉંડી તપાસ કરવી જોઇએ અને અહીં ચાલતા આ ગોરખધંધા બંધ કરાવવા જોઇએ, તે પ્રજાના હિતમાં જરૂરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526