કચ્છઃ દરિયામાં જઇને રીલ બનાવવી પડી મોંઘી, એક થાર પાણીમાં જ ફસાઈ ગઇ, પોલીસે ગુનો નોંધ્યો

10:34 AM Jun 24, 2024 | gujaratpost

કચ્છ: જિલ્લાના ભદ્રેશ્વરના રાધાબંદરના કિનારે યુવાનોને રીલ બનાવવી મોંઘી પડી હતી. અહીં કેટલાક યુવાનો થાર સાથે રીલ બનાવવા આવ્યાં હતા. રીલ બનાવતી વખતે તેમની કાર દરિયામાં ફસાઈ ગઈ હતી. યુવકે રીલ બનાવીને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો nizlo_47 નામના આઈડીથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ થતાં તેમણે બંને ચાલકો સામે ગુનો નોંધ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને તેમની સામે કાર્યવાહી કરી હતી.

યુવાનો રીલ બનાવવા માટે દરિયામાં ગયા હતા

મુન્દ્રાના ભદ્રેશ્વર પાસેના રાધાબંદરના દરિયાકિનારે બે થાર પર સ્ટંટ કરતા યુવાનો માટે મુશ્કેલી બની હતી. રીલ બનાવતી વખતે અને સ્ટંટ કરતી વખતે બંને કાર દરિયાના ઊંડા પાણીમાં ફસાઈ ગઈ હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક તેની કાર પાસે ઉભો છે. દરેક જગ્યાએ માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. બાદમાં ગ્રામજનોની મદદથી કોઈક રીતે બંને વાહનોને બહાર કાઢવામાં આવ્યાં હતા. કારનું એન્જીન ફેલ થઈ ગયું હતું.  

પોલીસે ગુનો નોંધ્યો હતો

વીડિયો સામે આવ્યાં બાદ પોલીસે બંને ડ્રાઈવરો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ બાબત પોલીસના ધ્યાને આવતાં મુન્દ્રા મરીન પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી હતી. બંને કારના માલિકો વિરુદ્ધ કલમ 279, 114 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 184 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંને કાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526