Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તાની આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા તાલીમાર્થી ડોક્ટર સામે આચરવામાં આવેલા જઘન્ય અપરાધ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. સુપ્રિમ કોર્ટે મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલામાં સુઓમોટો દાખલ કર્યો છે. ચીફ જસ્ટિસ ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી NA બેન્ચ આ કેસની સુનાવણી કરશે. સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે. સાથે જ આ કેસમાં SITની પણ રચના કરવામાં આવી છે.
મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. વિવિધ હોસ્પિટલોના તબીબોએ આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એ પણ કહ્યું છે કે દોષિતોને સખતમાં સખત સજા મળવી જોઈએ. આ ઉપરાંત ઘટનાના કારણોની પણ તપાસ થવી જોઈએ અને તબીબોની સલામતી સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની તાલીમાર્થી મહિલા ડોક્ટરનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો. મૃતક મેડીસિન વિભાગમાં હાઉસ સ્ટાફ તરીકે પણ કામ કરતી હતી. હોસ્પિટલ સ્ટાફને ઈમરજન્સી બિલ્ડિંગના ચોથા માળે તેનો મૃતદેહ મળ્યો હતો. આ કૃત્યના વિરોધમાં દેશભરમાં ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે અને રસ્તાઓ પર આંદોલન થઇ રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526