(ભ્રષ્ટ જીગર કડિયાનો ફોટો)
ધારાસભ્ય રાજેશ ઝાલાએ પરિવારને ન્યાય અપાવવા કરી હતી અપીલ
રાજેશ ઝાલાએ આ મામલે કલેક્ટરનું પણ ધ્યાન દોર્યું હતું
કપડવંજ પોલીસે ગુનેગારો સામે દાખલ કર્યો કેસ
ખેડાઃ થોડા દિવસ પહેલા કપડવંજના નાનીઝેર ગામ પાસે કનુભાઇ પટેલ નામના કોન્ટ્રાક્ટરે દર્દનાક સ્યૂસાઇડ નોટ લખીને આંબા પર લટકી જઇને આત્મહત્યા કરી લીધી હતી, આ કેસમાં હવે તેમને આત્મહત્યા કરવા મજબૂર કરનારા ડે.એન્જિનિયર જીગર કડિયા, એસઓ દિપક ગુપ્તા અને રામ બિલ્ડર્સ પર કપડવંજ પોલીસે ગુનો દાખલ કર્યો છે, આરોપીઓ પર 306, 114 ની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.
શું હતો સમગ્ર મામલો ?
કપડંવજના ભ્રષ્ટાચારી ડે.એન્જિનિયર જીગર કડીયા, એસઓ દિપક ગુપ્તાએ કનુભાઇના રોડના બિલ પાસ કર્યાં ન હતા અને તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો, અનેક ધક્કા ખાધા પછી પણ કનુભાઇને પૈસા મળ્યાં ન હતા, કનુભાઇએ ઘડિયા-કપડવંજ રોડનું કામ સબ કોન્ટ્રાક્ટરમાં કર્યું હતું અને તેમની પાસે મજૂરોને આપવા રૂપિયા પણ ન હતા. અધિકારીઓની નફ્ફટાઇથી તેઓએ ત્રાસીને આત્મહત્યા કરી હતી, તેમને રૂપિયા ન આપવામાં રામ બિલ્ડર્સના માલિક પણ હતા, તેમનું નામ પણ આ નોટમાં હતુ. જેથી ત્રણેય સામે ગુનો દાખલ થયો છે.
એસીબીએ બંને અધિકારીઓની મિલકતોની તપાસ કરવી જોઇએ
આ બંને અધિકારીઓએ કપડવંજમાં કોઇ પણ કોન્ટ્રાક્ટરને છોડ્યાં નથી, મોટું કમિશન ન આપનારા કોન્ટ્રાક્ટરોને હેરાન કરવામાં આ ભ્રષ્ટાચારીઓએ કંઇ બાકી રાખ્યું નથી, જીગર કડિયા અને દિપક ગુપ્તા એક નંબરના ભ્રષ્ટાચારીઓ છે, જેથી એસીબીએ આ બંનેની સંપત્તિની તપાસ કરવી જોઇએ, જેથી બીજા ભ્રષ્ટ બાબુઓ પણ લોકોની હેરાનગતિ કરતા પહેલા વિચારે.
કપડવંજ તાલુકા પંચાયતના અનેક કામોમાં ભ્રષ્ટાચાર, ભાજપના જ નેતાઓ બની ગયા કોન્ટ્રાક્ટર
કપડવંજ તાલુકા પંચાયતના અનેક કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે, ખાસ કરીને રોડના કામો ભાજપના જ નેતાઓ લઇ રહ્યાં છે અને હલકી ગુણવત્તાના કામો કરીને સરકારી તિજોરીને નુકસાન કરી રહ્યાં છે, અહીં વિકાસના કામો થાય છે પરંતુ અધૂરા, અનેક ગામોમાં થયેલા કામો અંગે અમે સરપંચોને પૂછ્યું તો તેમને કહ્યું કે ઉપર સુધી કમિશન જાય છે, જેથી અમે સારા કામો કરી શકતા નથી, આગામી સમયમાં અમે આ મામલે અનેક નવા ખુલાસા કરીને ભ્રષ્ટાચારને ઉજાગર કરીશું અને આ ગોરખધંધા બંધ કરાવીશું. આ મામલે ધારાસભ્ય રાજેશ ઝાલાએ પણ ધ્યાન આપવું જોઇએ અને કામોમાં થતો ભ્રષ્ટાચાર રોકવો જોઇએ.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526