કેજરીવાલની મોટી જાહેરાતઃ દિલ્હીમાં પૂજારીઓ અને ગ્રંથીઓને દર મહિને મળશે 18,000 રૂપિયા

11:39 AM Dec 31, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 પહેલા આમ આદમી પાર્ટીએ પૂજારીઓ અને ગ્રંથીઓ માટે સન્માન યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ દિલ્હીના તમામ પૂજારીઓ અને ગ્રંથીઓને ( ગુરૂદ્રારામાં પૂજા કરવનાર પૂજારી) દર મહિને 18000 રૂપિયા આપવામાં આવશે. ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ મંગળવાર (31 ડિસેમ્બર)થી જ અરજી કરી શકાશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીની આ ત્રીજી મોટી યોજના છે. આ પહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહિલા સન્માન યોજના અને સંજીવની યોજનાની જાહેરાત કરી હતી.

મહિલા સન્માન યોજના હેઠળ, દિલ્હીમાં 18 વર્ષથી વધુ ઉંમરની પાત્ર મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. જો 2025માં આમ આદમી પાર્ટી સરકાર બનાવે છે, તો આ રકમ વધારીને 2100 રૂપિયા કરવામાં આવશે. સંજીવની યોજના હેઠળ દિલ્હીમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. કેજરીવાલે સોમવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું હતું કે તેઓ બપોરે 12 વાગ્યે એક મોટી જાહેરાત કરશે, જેનાથી દિલ્હીના લોકો ખૂબ જ ખુશ થશે.

દિલ્હીમાં આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી ચૂંટણી મોડમાં આવી ગઈ છે. દિલ્હીની તમામ 70 સીટો માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ એવા નેતાઓની ટિકિટ પણ રદ્દ કરી દીધી છે જેમની સામે વિરોધનો અવાજ ઉઠાવવામાં આવી રહ્યો હતો. એક નેતાએ પોતે ચૂંટણી લડવાની ના પાડી કારણ કે મુસ્લિમ સમૂદાયના લોકો તેમનો વિરોધ કરી રહ્યાં હતા.

કેજરીવાલે મહિલા સન્માન યોજના અને સંજીવની યોજનાની જાહેરાત કરી છે

અરવિંદ કેજરીવાલે આ પહેલા દિલ્હીના લોકો માટે મહિલા સન્માન યોજના અને સંજીવની યોજનાની જાહેરાત કરી છે. આ માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રજીસ્ટ્રેશન પણ શરૂ કરી દીધું છે. મહિલા સન્માન યોજના વિવાદોમાં ફસાયેલી છે. દિલ્હીના અધિકારીઓએ અખબારમાં જાહેરાત આપી હતી કે સરકારે આવી કોઈ યોજનાની સૂચના જારી કરી નથી. આ સાથે લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ આવી સ્કીમનો શિકાર ન બને અને પોતાની અંગત માહિતી કોઈની સાથે શેર ન કરે. આમ આદમી પાર્ટીનો દાવો છે કે આ યોજના શરૂ કરવામાં આવી છે અને લાયક મહિલાઓને તેનો લાભ મળશે.

મહિલા સન્માન અને સંજીવની યોજના શું છે ?

મહિલા સન્માન યોજના હેઠળ દિલ્હીમાં 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા મળશે. જો 2025માં આમ આદમી પાર્ટી ફરી સરકાર બનાવે છે તો આ રકમ વધારીને 2100 રૂપિયા કરવામાં આવશે. સંજીવની યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને દિલ્હીમાં મફત સારવારની સુવિધા આપવામાં આવશે. તેમની સારવારનો સંપૂર્ણ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++