અમદાવાદઃ આણંદના લાંભવેલ રોડ પર રાધે રાધેથી જાણીતા જીજ્ઞેશ દાદાની કથા ચાલી રહી છે, ગઈકાલે જીજ્ઞેશ દાદાની તબિયત લથડતા તેમને તાત્કાલિક કથા મંડપમાંથી સીધા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, તબીબી સારવાર સમયસર મળી જતાં જીજ્ઞેશ દાદાની તબિયતમાં સુધારો થયો હતો. જીજ્ઞેશ દાદાની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા
મળતી માહિતી પ્રમાણે, ચાલુ કથામાં જીજ્ઞેશ દાદાએ કહ્યું કે, મારૂં સ્વાસ્થ્ય બગડ્યું હોવાથી જવું પડશે. વ્યાસપીઠ પરથી તેમણે ઈશારો કરીને તાત્કાલિક ગાડી મગાવી લીધી હતી. તેઓને અચાનક પરસેવો વળી જતા કથા મોકૂફ રાખવામાં આવી અને તેમને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં જીજ્ઞેશ દાદાની તબિયત સ્વસ્થ છે. જીજ્ઞેશ દાદાની તબિયત લથડવાના સમાચાર સાંભળીને હાજર રહેલા તમામ લોકો ચિંતામાં આવી ગયા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર, ઉપવાસના કારણે નબળાઈના લીધે તબિયત લથડી હોય એ શક્ય છે. હોસ્પિટલમાં ચેકઅપ પછી અને તબિયતમાં સુધારો થતાં હાલ જીજ્ઞેશ દાદા આણંદ નિવાસ સ્થાને આવ્યા હતો. થોડા દિવસો પહેલા ડાયરા કિંગ માયાભાઈ આહીરની પણ ચાલુ ડાયરા દરમિયાન તબિયત લથડી હતી. તેમને પણ ડાયરામાંથી સીધા જ હોસ્પિટલ લઈ જવાયા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++