કરણી સેના કોઈપણ ભોગે સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનો બદલો લેવા માંગે છે
5 ડિસેમ્બર, 2024 ના રોજ સુખદેવસિંહ ગોગામેડીની પ્રથમ પુણ્યતિથિ પર લોકોને મોટી સંખ્યામાં સામેલ થવા રાજ શેખાવતે આહ્વન કર્યું
અમદાવાદઃ મુંબઈમાં અજિત પવાર જૂથની એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી સામે આવ્યાં બાદ કરણી સેનાએ લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનાર પોલીસકર્મીને ઈનામ આપવાની જાહેરાત કરી હતી. કરણી સેનાના પૂર્વ અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનો બદલો લેવા રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઇ પર 1 કરોડ 11 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. જે બાદ રાજ શેખાવતે રવિવારે વધુ એક જાહેરાત કરી છે.
કરણી સેનાએ બિશ્નોઇ ગેંગના અન્ય લોકો માટે પણ ઇનામની જાહેરાત કરી છે. જેમાં અનમોલ બિશ્નોઇ, ગોલ્ડી બરાર, રોહિત ગોદારા, સંપત નેહરા અને વિરેન્દ્ર ચારણને ખતમ કરનારને મોટું ઇનામ આપવાની જાહેરાત કરી છે. અનમોલ બિશ્નોઇની હત્યા માટે એક કરોડનું ઇનામ, ગોલ્ડી બરારની હત્યા માટે 51 લાખ રૂપિયા, રોહિત ગોદરા માટે 51 લાખ રૂપિયા, સંપત નેહરાની હત્યા માટે 21 લાખ રૂપિયા અને વિરેન્દ્ર ચારણની હત્યા માટે 21 લાખ રૂપિયાની રકમની જાહેરાત કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++