અમદાવાદઃ રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાનાં નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. હવે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે, કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે. ઉપરાંત રાજ શેખાવતે ગોંડલના સંમેલનને ભાજપ પ્રેરિત ગણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની મુશ્કેલી ઓછી થઈ રહી નથી. તેમણે શુક્રવારે ગોંડલના શેમળા ગામે ક્ષત્રિય સમાજના સંમેલનમાં કે જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો અને વિવિધ હોદ્દેદારો તેમજ સંગઠનોના આગોવાનોની હાજરીમાં જાહેર મંચ પરથી હાથ જોડીને માફી માગી હતી.
આ સંમેલન પુરુ થઈ ગયા બાદ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સર્વસંમતિથી સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. તેઓએ સીધા જ ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર એવા ગધેથડ ગાયત્રી આશ્રમ જઈને લાલબાપુને મળીને આશિર્વાદ મેળવ્યાં હતા.પરંતુ ક્ષત્રિય સમાજમાં રૂપાલાના નિવેદનને લઈને રોષ યથાવત છે.
પદ્મમા બાએ રૂપાલાનો વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે ક્ષત્રિય સમાજ આવા લોકોને માફ નહીં કરે, અહીં ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો