વડોદરાઃ ફરિયાદીની જમીનમાં તેમની હયાતીમાં તેમના પત્ની તેમજ પુત્રોના નામ દાખલ કરવા, ખાતેદારની જમીનની વારસાઇ કરવા માટે અરજી આપી હતી. જે અરજીના આધારે રેવન્યું સર્વેમાં હયાતીમાં હક દાખલ કરવાની કાચી નોંધ થયેલી હતી. તેની પ્રમાણીત નોંધ કરજણ સેવા સદનના ઇન્ચાર્જ સર્કલ ઓફીસર શબ્બીર મહમ્મદ રમજુશ દિવાન નાયબ મામલતદાર (ઇલેક્શન) અને ઇન્ચાર્જ સર્કલ ઓફીસર કરજણ સેવા સદન વર્ગ-3 (મહેસુલ વિભાગ) પાસે હતી. ફરિયાદીની માલિકીની જમીનના વારસદારનું અવસાન થતા વારસાઇ કરવા અરજી કરી હતી.
કાચી નોંધ થયેલી હતી જે નોંધ પ્રમાણીત કરવા માટે આ કામના ફરીયાદી કરજણ સેવા સદન મામલતદાર કચેરીમાં ગયા હતા. તે ઇન્ચાર્જ સર્કલ ઓફીસર એસ.આર.દિવાનને મળેલા અને કાચી નોંધ પ્રમાણીત કરવા માટે વાત કરી હતી. તેમને ફરીયાદી પાસે નોંધ પ્રમાણીત કરવા રૂ.10,000 ની માંગણી કરી હતી.
ફરીયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એ.સી.બીમાં ફરીયાદ કરી હતી, જેના આધારે લાંચના છટકાનું આયોજન કરજણ સેવા સદન ખાતે કર્યું હતું. આરોપી ઇન્ચાર્જ સર્કલ ઓફીસર એસ.આર.દિવાને ફરિયાદી પાસે પોતાની બાજુમાં આવેલ ટેબલના ડ્રોવરમાં રૂ. 10,000 મુકાવતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.
ટ્રેપિંગ અધિકારીઃ એ.એન.પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. વડોદરા ફીલ્ડ
સુપર વિઝન અધિકારીઃ પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526