અમદાવાદ પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
એક મહિના પહેલા જ દિલ્હીથી કેનેડા ગયો હતો
કેનેડાથી અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતો હતો
અમદાવાદઃ તાજેતરમાં અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગુજરાતના 31 વર્ષીય વ્યક્તિની અમદાવાદમાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે મંગળવારે જણાવ્યું હતું. આરોપીએ કોઈ બીજાના નામે જારી કરાયેલા ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરીને નકલી ઓળખ હેઠળ મુસાફરી કરી હતી. આરોપી, જીગ્નેશ પટેલ, જે ગાંધીનગર જિલ્લાના કલોલનો વતની છે, તેને પનામા થઈને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો. તે રવિવારે સાંજે નવી દિલ્હી થઈને અમદાવાદ પહોંચ્યો હતો.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, રવિવારે અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર અનુસાર, તે વસીમ ખલીલના નામે જારી કરાયેલા પાસપોર્ટનો ઉપયોગ કરીને દિલ્હીથી કેનેડા ગયો હતો. જે પાસપોર્ટ પર મુસાફરી કરી રહ્યો હતો તે બીજાના નામનો હતો.
એફઆઈઆરમાં જણાવાયું છે કે, યુએસથી દેશનિકાલ થયા બાદ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમિગ્રેશન ક્લિયરન્સ દરમિયાન આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે તેમના મુસાફરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેમણે પનામામાં અધિકારીઓને જાણ કર્યા પછી ઇમરજન્સી સર્ટિફિકેટ મેળવ્યું હતું કે તેમનો ભારતીય પાસપોર્ટ ખોવાઈ ગયો છે.જો કે, જ્યારે તેની વિગતો સિસ્ટમમાં તપાસવામાં આવી ત્યારે ખોવાયેલા પાસપોર્ટ સામે કંઈ મળ્યું ન હતું, એમ FIRમાં જણાવાયું હતું.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/