ગાંધીનગરઃ ચૂંટણી કમિશને કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. 19મી જૂને આ બન્ને બેઠકો પર મતદાન યોજાશે. 23 જૂને બન્ને બેઠકો પર મતગણતરી હાથ ધરાશે.
આમ આદમી પાર્ટી (AAP) ના તત્કાલીન ધારાસભ્ય ભૂપત ભાયાણી (જેઓ ભાજપમાં જોડાયા હતા) ના રાજીનામાને કારણે વિસાવદર બેઠક ખાલી પડી છે, જ્યારે અનુસૂચિત જાતિ (SC) ના ઉમેદવારો માટે અનામત રહેલી કડી બેઠક તત્કાલીન ભાજપના ધારાસભ્ય કરસનભાઈ પુંજાભાઈ સોલંકીના અવસાનને કારણે ખાલી પડી છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ આ બંને બેઠકો પર મતદાન 19 જૂન (ગુરુવાર) ના રોજ થશે, જ્યારે મતગણતરી 23 જૂન (સોમવાર) ના રોજ થશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 2 જૂન રહેશે, જ્યારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 5 જૂન રહેશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++