અમદાવાદઃ ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ કાર વચ્ચે ટક્કર થતા 4 લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. આ અકસ્માત સાંઢીડા નજીક થયો છે. આ અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક ભાવનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બંન્ને કારના ફુરચે ફૂરચા ઉડી ગયા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/