+

KKR vs SRH: કોલકાતાએ ક્વોલિફાયર-1માં અજેય રહેવાનો રેકોર્ડ જાળવી રાખ્યો, ચોથી વખત ફાઇનલમાં જગ્યા બનાવી લીધી

અમદાવાદઃ બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી ક્વોલિફાયર-1 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને હૈદરાબાદને આઠ વિકેટે હરાવીને

અમદાવાદઃ બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી ક્વોલિફાયર-1 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને હૈદરાબાદને આઠ વિકેટે હરાવીને ગર્વથી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઝડપી બોલર મિચેલ સ્ટાર્કના નેતૃત્વમાં KKR બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. આ પછી વેંકટેશ અય્યર અને સુકાની શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી ટીમને જીત તરફ દોરી હતી. કોલકાતાની ટીમ ત્રણ વખત ક્વોલિફાયર-1 રમી છે અને ત્રણેય વખત જીતી છે. KKR એ હૈદરાબાદ સામે ક્વોલિફાયર-1માં અજેય રહેવાનો રેકોર્ડ પણ જાળવી રાખ્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા રાહુલ ત્રિપાઠીના 35 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 19.3 ઓવરમાં 159 રન બનાવ્યાં હતા. KKR માટે IPLના ઈતિહાસમાં સૌથી મોંઘો વેચાનાર સ્ટાર્કે ચાર ઓવરમાં 34 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. કોલકાતા તરફથી વેંકટેશ અને શ્રેયસે શાનદાર બેટિંગ કરી હતી. આ બંનેની શાનદાર ઇનિંગ્સની મદદથી KKRએ 13.4 ઓવરમાં બે વિકેટે 164 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

કોલકાતાની ટીમ ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા ટીમ 2012, 2014 અને 2021 સીઝનની ટાઈટલ મેચમાં પહોંચી હતી. જેમાંથી ટીમે બે વખત ટ્રોફી જીતી હતી. શ્રેયસે 24 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 58 રન અને વેંકટેશ અય્યરે 28 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 51 રન બનાવ્યાં હતા.

કોલકાતાની ટીમ ભલે IPL 2024ની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હોય, હૈદરાબાદની ટીમ હાર છતાં ટુર્નામેન્ટમાંથી બહાર નથી અને તેને ટાઇટલ મેચમાં પ્રવેશવાની વધુ એક તક મળશે. હૈદરાબાદ હવે શુક્રવારે ક્વોલિફાયર-2માં બુધવારે આરસીબી અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના એલિમિનેટરના વિજેતા સાથે ટકરાશે. ક્વોલિફાયર-2ની વિજેતા ટીમ રવિવારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં યોજાનારી ટાઈટલ મેચમાં KKR સામે ટકરાશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter