+

મંત્રીના પીએસના નોકરના ઘરેથી નોટોનો ઢગલો મળ્યો, EDના દરોડામાં રૂ.30 કરોડની રોકડ જપ્ત

ઝારખંડઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાંચી, ઝારખંડમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યાં છે અને મોટી રકમની રોકડ જપ્ત કરી છે. ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકરના ઘરેથી ED એ જંગી ર

ઝારખંડઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાંચી, ઝારખંડમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યાં છે અને મોટી રકમની રોકડ જપ્ત કરી છે. ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકરના ઘરેથી ED એ જંગી રોકડ જપ્ત કરી છે.  આ રકમ 30 કરોડ હોવાનો અંદાજ છે. આ ચલણી નોટો ગણવાના મશીનો મંગાવ્યાં હતા.

EDએ ફેબ્રુઆરી 2023 માં ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય ઇજનેર વીરેન્દ્ર કે રામની કેટલીક યોજનાઓના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. આ કેસમાં મંત્રી આલમગીર આલમની સંડોવણીના કેટલાક પુરાવા મળ્યાં છે.

રાંચીમાં વિકાસ કુમારના ઘરે EDના દરોડા ચાલુ છે. વિકાસ કુમાર માર્ગ બાંધકામ વિભાગમાં એન્જિનિયર છે. ED કરોડો રૂપિયાના લાંચ કેસની તપાસ કરી રહી છે. આ કિસ્સામાં માહિતી મળી હતી કે મંત્રી આલમગીર આલમના વિભાગમાં ઘણી ગેરરીતિઓ ચાલી રહી છે. મંત્રીના પ્રાઈવેટ સેક્રેટરીના નોકરના ઘરે આટલી રોકડ મળી આવતા અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

સાંસદ ધીરજ સાહુના ઠેકાણામાંથી રૂ. 350 કરોડથી વધુની રોકડ મળી આવી

અગાઉ ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના પરિષરમાં કાર્યવાહી કરતી વખતે ED એ 350 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. તપાસ એજન્સી દ્વારા આ અત્યાર સુધીની સૌથી મોટી રોકડ જપ્તીની કાર્યવાહી માનવામાં આવી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter