ઝારખંડમાં હોર્સ ટ્રેડિંગનો ડર...ધારાસભ્યોને રિસોર્ટમાં લઇ જવાના હતા પરંતુ ખરાબ હવામાનને કારણે પ્લેન ન ઉડ્યાં

10:30 PM Feb 01, 2024 | gujaratpost

(Photo: ANI)

રાંચીઃ હજુ ઝારખંડમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલે ચંપાઈ સોરેનને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું નથી. જો કે હજુ સુધી શપથગ્રહણની તારીખ પણ જાહેર કરવામાં આવી નથી. દરમિયાન, સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, ઝારખંડમાં 'રિસોર્ટ પોલિટિક્સ' શરૂ થઇ ગયું છે. હોર્સ ટ્રેડિંગના ડરને કારણે ધારાસભ્યોને રાંચીથી હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવવાના હતા પરંતુ ખરાબ હવામાનને કારણે ચાર્ટડ પ્લેન ઉડ્યાં જ નહીં, રાજ્યપાલ સાથે ચંપાઈ સોરેનની મુલાકાત બાદ જ ધારાસભ્યોને સર્કિટ હાઉસમાં જ રાખવામાં આવ્યાં છે, રિપોર્ટ અનુસાર, તમામ ધારાસભ્યો રાંચી એરપોર્ટથી બે ચાર્ટર્ડ પ્લેનમાં તેલંગાણાની રાજધાની હૈદરાબાદ જવાના હતા. પરંતુ હાલમાં આ પ્લાન સ્થગિત થઇ ગયો છે. 

સૂત્રોના જણાવ્યાં અનુસાર રાંચીમાં મહાગઠબંધનના માત્ર 5 ધારાસભ્યો જ રહેવાના હતા. જેમાં જેએમએમના ચંપાઈ સોરેન, કોંગ્રેસના આલમગીર આલમ, પ્રદીપ યાદવ, આરજેડીના સત્યાનંદ ભોક્તા અને સીપીઆઈ (એમએલ)ના વિનોદ સિંહનો સમાવેશ થાય છે. આ સિવાય બાકીના બધાને હૈદરાબાદ મોકલવાના હતા. 

હવે ધારાસભ્યોને એક મોંઘા લક્ઝરી રિસોર્ટમાં બાકીના લોકોના સંપર્કથી અલગ રાખવામાં આવવાનો પ્લાન છે. આમ કરીને સરકારના સમર્થનને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેલંગાણાની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કે કારણ કે અહીં કોંગ્રેસની સરકાર છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે મહાગઠબંધનના ધારાસભ્યો ત્યાં સુરક્ષિત રહેશે. દરમિયાન ભાજપે 2 ફેબ્રુઆરીએ પોતાના ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે.

નોંધનિય છે કે હેમંત સોરેનની ઇડીએ ધરપકડ કર્યાં બાદ હવે નવા સીએમ તરીકે ચંપાઇ સોરેનની પસંદગી કરાઇ છે અને તેઓ ટૂંક સમયમાં રાજ્યની કમાન સંભાળી શકે છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post