જામનગરના ગોવાણા ગામમાં 2 વર્ષનું બાળક બોરવેલમાં પડ્યું, ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી

12:30 PM Feb 07, 2024 | gujaratpost

જામનગરના ગોવાણામાં 2 વર્ષનું બાળક બોરવેલમાં પડ્યું

ફાયરબ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથધરી

જામનગરઃ ગોવાણા ગામમાં 2 વર્ષનું બાળક બોરવેલમાં પડ્યું હોવાનું સામે આવ્યું છે.વાલોરવાડી વિસ્તારમાં રમતા રમતા ખુલ્લા બોરમાં બાળક પડી ગયું છે. સમગ્ર ઘટનાના પગલે ફાયર વિભાગને જાણ થતા ટીમ સાથે બચાવ કામગીરી હાથ ધરી છે.

બે વર્ષનો રાજુ રમતા રમતા બોરવેલમાં પડી ગયો

બાળકને બોરવેલમાં ઓક્સીજન અપાઈ રહ્યો છે

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં ગોવિંદભાઈ કરંગીયા નામના ખેડૂતની વાડીમાં બે વર્ષનો રાજુ ખુલ્લા બોરવેલમાં પડી ગયો છે. બોરમાંથી રડવાનો અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યાં હતા. સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને 108 ને જાણ કરી હતી.

મામલતદાર અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. બાળકને બચાવવા માટે રેસ્કયુ કામગીરી હાથ ધરી છે. બાળકને બોરવેલમાં ઓક્સીજન અપાઈ રહ્યો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post