Israel Vs Hezbollah: હું હિઝબુલ્લાહનો નાશ કરી નાખીશ, નૈતન્યાહુએ યુએસની પણ કરી અવગણના

11:04 AM Sep 27, 2024 | gujaratpost

Israel Vs Hezbollah: ઇઝરાયેલની સેના લેબનોનમાં કૂચ કરવાની તૈયારી કરી રહી છે. હિઝબુલ્લાહને નષ્ટ કરવાના ઉદ્દેશ સાથે ઈઝરાયેલની સેના લેબનોન પર હવાઈ હુમલા કરી રહી છે. અમેરિકા સહિત સમગ્ર વિશ્વ ઇઝરાયેલને યુદ્ધવિરામની વિનંતી કરી રહ્યું છે. જો કે, ઇઝરાયેલે વચન આપ્યું છે કે જ્યાં સુધી તે હમાસ અને હિઝબુલ્લાહનો નાશ નહીં કરે ત્યાં સુધી યુદ્ધ સમાપ્ત થશે નહીં.

અમેરિકાએ ઈઝરાયેલને 21 દિવસ માટે યુદ્ધવિરામની અપીલ કરી હતી, જેને પીએમ નૈતન્યાહૂએ ફગાવી દીધી હતી. ઈઝરાયેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હિઝબુલ્લા વિરુદ્ધ ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે.

વાર્ષિક સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધવા ન્યુયોર્ક પહોંચેલા બેન્જામિન નૈતન્યાહુએ કહ્યું કે જ્યાં સુધી ઈઝરાયેલના તમામ ઉદ્દેશો પૂરા ન થાય ત્યાં સુધી હવાઈ હુમલા ચાલુ રહેશે. ઈઝરાયેલની નીતિ સ્પષ્ટ છે. અમે સંપૂર્ણ તાકાત સાથે હિઝબુલ્લાહ પર હુમલો કરવાનું ચાલુ રાખીશું. જ્યાં સુધી અમે અમારા તમામ ધ્યેયો હાંસલ નહીં કરીએ ત્યાં સુધી અમે રોકાઈશું નહીં.

ઇઝરાયેલના વિદેશમંત્રી કાત્ઝે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે યુદ્ધવિરામ નહીં થાય, જ્યારે સંરક્ષણમંત્રી યોવ ગાલાન્ટે કહ્યું કે સશસ્ત્ર દળોનો ઉદ્દેશ હિઝબુલ્લાહને અસંતુલિત કરવાનો અને તેમના નુકસાનમાં વધારો કરવાનો છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયે ગુરુવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલના હુમલામાં દેશમાં 92 લોકો માર્યા ગયા છે અને 153 ઘાયલ થયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526