વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત

07:42 PM Mar 26, 2024 | gujaratpost

ઇસ્લામાબાદઃ ફરી એક વખત પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો થયો છે, અહીં ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. હવે ચીની એન્જિનિયર્સના કાફલા પર મોટો આત્મઘાતી હુમલો થયો છે. જેમાં ચીનના 5 નાગરિકો માર્યાં ગયા છે, અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ચીની એન્જિનિયર્સ ઈસ્લામાબાદથી ખૈબર પખ્તુનખ્વાના દાસુમાં પોતાના કેમ્પ તરફ જઇ રહ્યાં હતા, ત્યારે જ એક કાર વિસ્ફોટકો સાથે તેમના કાફલાને અથડાઇ હતી અને મોટો બ્લાસ્ટ થયો હતો. ત્યાર બાદ કાફલાનું વાહન ખીણમાં પડ્યું હતુ,જેમાં પાકિસ્તાની ડ્રાઇવરનું પણ મોત થઇ ગયું છે. ચીન અહીં ડેવલોપમેન્ટના કામો ચલાવી રહ્યું છે જેનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે.

બલૂચિસ્તાનમાં BLA કરી રહ્યું છે ચીનનો વિરોધ  

Trending :

બલૂચિસ્તાનમાં ચીન રોકાણ કરી રહ્યું છે અને ચીની કંપનીઓને અહીં મોટા કોન્ટ્રાક્ટ મળ્યાં છે, પરંતુ બીએલએ ચીનનો વિરોધ કરી રહ્યું છે, તેને ગ્વાદર બંદર પર પણ હાલમાં જ મોટો આતંકી હુમલો કરીને ચીનને ચેતવણી આપી છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી પાકિસ્તાન માટે માથાનો દુખાવો બની રહી છે, પાક સેના અને બીએલએ વચ્ચે થોડા સમય પહેલા પણ જંગ થઇ હતી. ત્યારે હવે ચીનના નાગરિકોનાં મોતથી ચીન પણ અકળાયું છે અને પાક સેના સાથે મળીને તેઓ આતંકીઓ સામે કાર્યવાહી કરી શકે છે.

 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post