બનાસકાંઠા બેઠકની હારને લઈ અમિત શાહ લાલઘૂમ
પાટીલના સ્થાને કોને પ્રદેશ પ્રમુખ બનાવવા તેની ચર્ચા કરી
અમદાવાદઃ આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવ્યાં છે. તેમણે યોગ કર્યાં બાદ ભાજપના નેતાઓના ક્લાસ લીધા હતા. તેમણે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ બનાસકાંઠા બેઠક કેમ હાર્યુ તેને લઈ સ્થાનિક નેતાઓનો ઉધડો લઈ લીધો હતો.
ઉપરાંત કેન્દ્રીય મંત્રી બનેલા સી. આર. પાટીલની જગ્યાએ ગુજરાત પ્રદેશ પ્રમુખ કોને બનાવવા તેના પર ચર્ચા કરી હતી. પાટીલે તમામ 26 સીટ 5 લાખથી વધુની લીડથી જીતવા હાંકલ કરી હતી. પરંતુ ત્રણ થી ચાર સીટ પર જ આમ થયું હતું. જેને લઈ પણ અમિત શાહે નેતાઓ પાસે હિસાબ માંગ્યો હતો. ખાસ કરીને બનાસકાંઠાની બેઠક પર ગેનીબેન ઠાકોરની જીત અને ભાજપના રેખાબેન ચૌધરીને હારને લઇને શાહે નેતાઓને ખખડાવ્યાં હોવાની ચર્ચાઓ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526