+

શું આ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે ? ઈઝરાયેલ લેબનોનમાં સેના ઉતારવા કરી રહ્યું છે તૈયારી, બાઇડેને પણ આપી ચેતવણી

(Photo: AFP) નાગરિકોએ લેબનોન છોડી દેવા માટે ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી દુનિયાના દેશોમાં ચિંતા વધી, ઇઝરાયેલ ભયંકર યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે Isreal Labanon News: લેબનોનમાં ઈઝરાયેલના હ

(Photo: AFP)

નાગરિકોએ લેબનોન છોડી દેવા માટે ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી

દુનિયાના દેશોમાં ચિંતા વધી, ઇઝરાયેલ ભયંકર યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે

Isreal Labanon News: લેબનોનમાં ઈઝરાયેલના હવાઈ હુમલા અને અંદાજે 600 લોકોનાં મોત બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમા પર છે અને સંઘર્ષ વધવાનો ભય છે. હવે ઈઝરાયલની નવી યોજના આ સંઘર્ષને સંપૂર્ણ સ્તરના યુદ્ધમાં ફેરવી શકે છે. ઇઝરાયેલ લેબનોનમાં જમીની હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે અને આ માટે તે પોતાની સેનાને લેબનોનમાં દાખલ કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકાએ આ અંગે ચેતવણી આપી છે કે તે સમગ્ર પશ્ચિમ એશિયામાં તબાહી મચાવી શકે છે.

ઇઝરાયેલના આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવીએ પોતાના સૈનિકોને લેબનોનમાં જમીની હુમલા માટે તૈયાર રહેવા સૂચના આપી છે. અગાઉ, ઇઝરાયેલની લેબનોનમાં ગ્રાઉન્ડ એટેકની કોઈ યોજના ન હતી, પરંતુ હવે જ્યારે હિઝબુલ્લાએ ઈઝરાયેલને ધમકી આપી છે, ત્યારે ગ્રાઉન્ડ એટેકની શક્યતા વધી ગઈ છે. અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું છે કે તે પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ માટે પ્રયાસ કરી રહ્યું છે અને ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે તણાવ ઘટાડવાના પ્રયાસો કરી રહ્યું છે.

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ઈઝરાયેલ અને લેબનોનને શાંતિ જાળવવાની અપીલ કરી છે સાથે જ ચેતવણી આપી છે કે જો યુદ્ધ થશે તો તે સમગ્ર પશ્ચિમ એશિયામાં તબાહી મચી જશે, ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું કે તેણે છેલ્લા ત્રણ દિવસમાં લેબનોનમાં 2,000 થી વધુ હિઝબુલ્લાના લક્ષ્યોને નિશાન બનાવ્યાં છે, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, સાઉદી અરેબિયા, કતાર, સંયુક્ત આરબ અમીરાત અને અન્ય કેટલાક ભાગીદાર દેશોના બુધવારે મોડી રાત્રે જારી કરેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે સરહદ પર તાત્કાલિક 21 દિવસના યુદ્ધવિરામની હાકલ કરો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter