(પ્રતિકાત્મક ફોટો)
International Crime News: પાકિસ્તાનમાંથી એક શરમજનક સમાચાર સામે આવ્યાં છે. 14 ઓગસ્ટના રોજ 28 વર્ષીય બેલ્જિયન મહિલા ઇસ્લામાબાદની શેરીઓમાં મળી આવી હતી. તેના બંને હાથ બંધાયેલા હતા. સૌથી ચોંકાવનારી અને ભયાનક વાત એ છે કે મહિલા પર પાંચ દિવસ સુધી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરીને એક વ્યક્તિની ધરપકડ કરી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, મહિલાને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી અને તેના હાથ તેની પીઠ પાછળ બાંધી દેવામાં આવ્યાં હતા. જ્યારે સ્થાનિક લોકોએ મહિલાને જોઈ તો પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાને બચાવી હતી.
મહિલાએ પોલીસને જણાવ્યું કે કેટલાક લોકોએ તેની સાથે પાંચ દિવસ સુધી બળાત્કાર કર્યો. પ્રાથમિક તપાસમાં તેમના દાવાની પુષ્ટિ થઈ છે. પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જેની ઓળખ તમીઝુદ્દીન તરીકે થઈ છે. કેસ નોંધાયા પછી મહિલાને શારીરિક તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/