+

ગુજરાતની આ કંપનીનું નામ ખુલ્યું, ઈન્ડો-મ્યાનમાર બોર્ડર ડ્રગ્સ નેટવર્ક અંગે ED નો ઘટસ્ફોટ

નવી દિલ્હીઃ ED એ ઈન્ડો-મ્યાનમાર બોર્ડર ડ્રગ્સ નેટવર્ક અંગે મોટા ખુલાસા કર્યાં છે. જેમાં સામે આવ્યું છે કે મિઝોરમથી ડ્રગ્સ અને ફાઇનાન્સિયલ લિંક્સ ભારતના અન્ય રાજ્યો સુધી ફેલાયેલી છે. આ કાર્યવાહીમા

નવી દિલ્હીઃ ED એ ઈન્ડો-મ્યાનમાર બોર્ડર ડ્રગ્સ નેટવર્ક અંગે મોટા ખુલાસા કર્યાં છે. જેમાં સામે આવ્યું છે કે મિઝોરમથી ડ્રગ્સ અને ફાઇનાન્સિયલ લિંક્સ ભારતના અન્ય રાજ્યો સુધી ફેલાયેલી છે. આ કાર્યવાહીમાં ED એ 21 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા. મિઝોરમ પોલીસની તપાસમાં ગુજરાતની ક્રિશિવ એન્ટરપ્રાઇઝીસ ફર્મની સંડોવણી સામે આવી છે.

ક્રિશિવ એન્ટરપ્રાઇઝીસ દ્વારા સ્યુડોએફેડ્રીન ટેબ્લેટ અને કેફેઈન સપ્લાય કરવામાં આવ્યું હતુ. મિઝોરમ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓના આર્થિક વ્યવહારો પરથી આ મોટો ઘટસ્ફોટ થયો છે.

આ ડ્રગ્સ નેટવર્કમાં હવાલા ટ્રાન્જેક્શનમાં સામેલ આસામના અબુ સાલેહ સેફુદ્દીનની સંડોવણી પણ સામે આવી છે. મેથેમ્ફેટામાઈન બનાવવા માટેનું રો-મટીરીયલ બોર્ડરથી મ્યાનમાર પહોંચાડવામાં આવતું હતું. સાલેહ સાથે મિઝોરમના ચંફાઈથી ઝોડીનથારા અને લાલરામપરી નામના શખ્સો પણ સામેલ હતા.

ઉપરાંત મ્યાનમારના એક વ્યક્તિ દ્વારા ભારતીય વ્યક્તિના GST નંબર અને બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાતો હોવાનું પણ સામે આવ્યું છે. મિઝોરમ બોર્ડરથી ચાલતા ડ્રગ્સ નેટવર્કની તપાસમાં હજુ મોટા ઘટસ્ફોટ થશે, નોંધનિય છે કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરાની કેસમાં હવે ઇડી તપાસ કરી રહી છે.

facebook twitter