અમદાવાદમાં અંદાજે 15 જગ્યાઓએ ઇન્કમટેક્સ વિભાગના દરોડા- Gujarat Post

07:17 PM Jan 11, 2025 | gujaratpost

અમદાવાદઃ શહેરમાં ઇન્કમટેક્સ વિભાગે ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં કમલેશ શાહ અને એમના સહયોગીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં છે. હાલ તપાસ ચાલુ છે. કમલેશ શાહ, ખુશ્બુ શાહ, મીના શાહ, ગૌરાંગ પંચાલ, રમેશ ઠક્કર અને અન્ય બે કંપનીઓના ડિરેક્ટરો પર ઇન્કમટેક્સે તવાઈ બોલાવી છે. અમદાવાદમાં કુલ 15 જગ્યાઓ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ દરોડા પાડ્યાં છે.

સાયન્સ સિટી રોડ પર રહેતા કમલેશ રજનીકાંત શાહ અનેક વખતે આઇટીના દરોડા વખતે પહોંચી જઈને પકડાયેલી રોકડ તેમની હોવાનો ક્લેમ કરતા હતા. કમલેશ શાહની આ મોડસ ઓપરેન્ડી અમદાવાદમાં જ નહીં  દિલ્હી, ચેન્નઈ, રાંચી, મુંબઈ જેવી અનેક જગ્યાઓએ વપરાઈ છે. તેમણે આ બધી જગ્યાઓએ ડિપાર્ટમેન્ટે પકડેલી રોકડ પોતાની હોવાનો ક્લેમ કર્યા હતા. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ગુજરાત, દિલ્હી, ચેન્નઈ, રાંચી, મુંબઈમાં કમલેશ રંજનીકાંત શાહે ક્લેમ કરેલી રોકડની મોડસ ઓપરેન્ડી પકડવા દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

સાયન્સ સિટી રોડ પર આવેલા કમલેશ રજનીકાંત શાહના અને પ્રગતિનગરમાં આવેલા ગૌરાંગ પંચાલના રહેઠાણ પર ઇન્કમટેક્સના અધિકારીઓએ સર્ચ ઓપરેશન કર્યું હતું. આ તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે. 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++