+

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલાં જો બાઇડેનને જોરદાર ઝટકો, હથિયારના કેસમાં પુત્ર હન્ટર દોષિત જાહેર

વોંશિગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જો બાઇડેનને મોટો ઝટકો લાગ્યો છે. જો બાઇડેનનો પુત્ર હન્ટર બાઇડેનને કારણે આ ચૂંટણીમાં નુકસાન થઈ શકે છે. હન્ટરને 2018 માં રિવોલ્વરની ખરીદી સાથે સંબંધિત ત્ર

વોંશિગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જો બાઇડેનને મોટો ઝટકો લાગ્યો છે. જો બાઇડેનનો પુત્ર હન્ટર બાઇડેનને કારણે આ ચૂંટણીમાં નુકસાન થઈ શકે છે. હન્ટરને 2018 માં રિવોલ્વરની ખરીદી સાથે સંબંધિત ત્રણેય આરોપોમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ કેસમાં ન્યાયાધીશે સજાની તારીખ જાહેર કરી નથી.

હન્ટરે જવાબ ન આપ્યો

વકીલોએ દલીલ કરી હતી કે રાષ્ટ્રપતિના પુત્રએ ફરજિયાત બંદૂક ખરીદી ફોર્મમાં ખોટી માહિતી આપી હતી કે તે ડ્રગ્સ નથી લેતો, પરંતુ તે ડ્રગ્સનો વ્યસની હતો, અમેરિકામાં હથિયાર પરવાના માટેના નિયમો તોડ્યાં હતા. જ્યારે બંને પક્ષોની દલીલો પછી ચુકાદો જાહેર કરવામાં આવ્યો, ત્યારે હન્ટર બાઇડેન જોતા રહ્યાં અને પ્રતિક્રિયા આપી ન હતી. ચુકાદા બાદ તેમને બંને વકીલોને ગળે લગાવ્યાં અને હસ્યા હતા.

હન્ટરનું લેખિત નિવેદન

એક લેખિત નિવેદનમાં હન્ટર બાઇડેને કહ્યું કે તે નિર્ણયથી નિરાશ છે, પરંતુ પરિવાર અને મિત્રોના સમર્થન માટે આભારી છે. હન્ટરના વકીલે કહ્યું કે તે ઉપલબ્ધ તમામ કાનૂની વિકલ્પોનો  સહારો લેશે. અદાલતે ચુકાદો જાહેર કર્યાની મિનિટોમાં રાષ્ટ્રપતિ જો બાઇડેનની પત્ની જીલ બાઇડેન કોર્ટમાં પહોંચ્યાં હતા. હન્ટર તેની માતા અને પત્નીનો હાથ પકડીને કોર્ટરૂમમાંથી બહાર નીકળી ગયો હતો. તેમણે પત્રકારો સાથે વાત કરી ન હતી. કોર્ટના નિર્ણય બાદ રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યું કે તેઓ કેસના પરિણામને સ્વીકારે છે અને ન્યાયિક પ્રક્રિયાનું સન્માન કરે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter