મહેસાણાઃ રાજ્યમાં ફરી એક વખત ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સક્રિય થયું છે. મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યાં છે. રાધે ગ્રુપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સના દરોડાની કાર્યવાહી થઇ રહી છે. અંદાજે બે ડઝનથી પણ વધુ સ્થળોએ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ ત્રાટક્યાં છે.
મહેસાણા ,અમદાવાદ મોરબીમાં ઈન્મકટેક્સની ટીમોએ તપાસ શરૂ કરી છે. રાજકોટ જિલ્લાના એક રાજકારણીના જમાઈને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યાં છે, મોરબીમાં બે સિરામિક ઉદ્યોગો પર તપાસ ચાલી રહી છે, મહેસાણાના રાધે ગ્રુપ સાથેના કનેક્શનને કારણે અન્ય જગ્યાઓએ દરોડા થયા છે.
આઇટીના અધિકારીઓને અહીંથી મોટા પ્રમાણમાં ડોક્યુમેન્ટ અને ડિઝિટલ સામગ્રી મળી છે, તપાસને અંતે કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સામે આવી શકે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++