IT Raid: નાસિકમાં જ્વેલર્સ પાસેથી રૂ,26 કરોડની રોકડ મળી, અંદાજે રૂ.90 કરોડની બેનામી સંપત્તિ જપ્ત

08:15 PM May 26, 2024 | gujaratpost

મહારાષ્ટ્રઃ નાસિકમાં સુરાના જ્વેલર્સ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં છે. જ્વેલર્સના માલિક અને તેમની બાંધકામ કંપની મહાલક્ષ્મી બિલ્ડર્સ દ્વારા કરાયેલા વ્યવહારો આઇટીની રડારમાં હતા. આ માહિતી મળ્યાં બાદ શુક્રવારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન દરોડા પાડવામાં આવ્યાં હતા. આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં લગભગ 26 કરોડ રૂપિયાની રોકડ અને 90 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં છે.

આવકવેરા વિભાગે વહેલી સવારે જ્વેલરી સ્ટોર અને માલિકના ઘરે એક સાથે દરોડા પાડ્યાં હતા. અધિકારીઓની અનેક ટીમો નાણાંકીય રેકોર્ડ, ટ્રાન્ઝેક્શન ડેટા અને સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી રહી છે.

શંકાસ્પદ નાણાંકીય પ્રવૃત્તિઓની તપાસ કરવા માટે આ દરોડા પાડવામાં આવ્યાં છે. આવકવેરા વિભાગ સુરાણા જ્વેલર્સ અને મહાલક્ષ્મી બિલ્ડર્સ બંનેના નાણાંકીય વ્યવહારના તમામ રેકોર્ડની તપાસ કરી રહ્યું છે. હજુ આ કેસમાં બેનામી વ્યવહારો અને સંપત્તિનો આંકડો વધી શકે છે.

નોંધનીય છે કે યુપીના આગ્રામાં જૂતાના વેપારીઓ પર આવકવેરા વિભાગના દરોડા થયા છે. અત્યાર સુધીમાં 53 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. ધંધાર્થીઓના પલંગ અને ગાદલાઓમાં પૈસા છુપાવેલા હતા અને તેને ગણવા માટે મશીનો લવાયા હતા. 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526