જેલમાં બંધ ગણેશ ગોંડલનું વર્ચસ્વ ખતમ થશે કે પછી... આજે ગોંડલ નાગરિક બેંકના પરિણામ પર નજર- Gujarat Post

08:44 PM Sep 15, 2024 | gujaratpost

ગણેશ જાડેજાએ જેલમાંથી ચૂંટણી લડી છે

ગોંડલ નાગરિક બેંકનો આશરે રૂ.500 કરોડનો વહીવટ

ગોંડલમાં આ ચૂંટણીને લઈને વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ

Trending :

Election of Gondal nagarik Bank: રાજ્યમાં ચર્ચા જગાવનારી ગોંડલ નાગરિક બેંકની આજે ચૂંટણી છે. ગોંડલ શહેરના કડવા પટેલ સમાજ વાડી ખાતે યોજાનારી આ ચૂંટણી પર તમામની નજર છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પ્રેરીત પેનલના ઉમેદવારો સહિત કુલ 23 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે. હાલ જેલમાં રહેલા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશના વર્ચસ્વની પણ આ લડાઇ છે.

નાગરિક બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પ્રગતિશીલ પેનલના 11 ઉમેદવારો અને નાગરિક સહકાર સમિતિની પેનલના 11 ઉમેદવારો અને 1 અપક્ષ સહિત 23 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. ચૂંટણી જીતવા માટે બંન્ને પેનલો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. નાગરિક બેંક 58 હજારથી વધુ સભાસદો ધરાવે છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાની આગેવાની હેઠળ ભાજપ પ્રેરીત પેનલ ચુંટણી લડી રહી છે. સામે પક્ષે કોંગ્રેસના યતિષ દેસાઈની આગેવાની હેઠળ નાગરિક સહકાર સમિતીની પેનલ ચૂંટણી લડી રહી છે.

નોંધનિય છે કે ગણેશ જાડેજા જૂનાગઢના દલિત યુવકને માર મારવાના કેસમાં જેલમાં છે અને તેની સામે દલિત સમાજે રેલી કરીને વિરોધ નોંધાવ્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526