તું મને બહુ ગમે છે....કહીને મકાન માલિકે પરિણીતાને પલંગ પર સુવડાવવાનો પ્રયાસ કર્યો અને પછી....

12:11 PM Jul 26, 2023 | gujaratpost

(demo pic)

સુરતઃ માંગરોળ તાલુકાના જૂના કોસંબા ગામમાં એક આદિવાસી પરિવાર ભાડાના મકાનમાં રહે છે. રૂમના માલિકની ખરાબ નજર 24 વર્ષીય આદિવાસી પરિણીતા પર પડી હતી. તું મને બહુ ગમે છે, તું મારી સાથે બોલીશ તેમ કહીને અચાનક બળજબરીથી હાથ પકડીને છેડતી કરીને પલંગ પર સુવડાવવાની કોશિશ કરી હતી. પરિણીતા તાબે ન થતાં બીજા મહિનાથી ભાડું વધારી દીધું હતું. જેને લઈને મકાન માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જૂના કોસંબા ગામમાં દોઢિયા ફળીયામાં ઈકબાલ હસન સૈયદ રહે છે અને જૂના કોસંબામાં રૂમો બનાવી ભાડેથી આપે છે. ઈકબાલના બિલ્ડિંગમાં ડેડિયાપાડા તાલુકાના આદિવાસી સમાજનું દંપત્તિ ભાડેથી રહે છે. જ્યારે દંપતી પરિવારના માસી ઉપરના માળે ભાડેથી રહે છે. દંપતિ થોડા સમય માટે નડીયાદ મજૂરી કામ માટે ગયું હતું. ત્યાંથી કોસંબા આવ્યું હતુ, 24 વર્ષીય પરિણીતા રૂમમાં એકલી હતી ત્યારે ઈકબાલ સૈયદ રૂમમાં લઈ ગયો હતો. તેણે પરિણીતાને તું મને બહુ ગમે છે, તું મારી સાથે બોલીશ કે કેમ કહેતા પરિણીતાએ ના પાડી હતી. ત્યારબાદ પરિણીતા રૂમની ચોકડીમાં કપડાં ધોવા જતી હતી ત્યારે ઈકબાલે અચાનક બળજબરીથી મહિલાનો હાથ પકડી છેડતી કરી પલંગ પર સુવડાવવાની કોશિશ કરી હતી. પરંતુ પરિણીતા ઈકબાલને ધક્કો મારી રૂમની બહાર નીકળી ગઈ હતી.

Trending :

જે બાદ ઈકબાલ વાંરવાર ઈશારા કરીને બોલાવતો હતો. ઈકબાલની હરકત અંગ તેણે માસીને વાત કરી હતી.જેથી ઈકબાલે ભાડું વધારી દીધું હતું. છેવટે પરિણીતાએ પતિને સમગ્ર બનાવ અંગે જાણ કરી હતી. જે બાદ મકાન માલિક સામે ફરિયાદ નોંંધાઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post