+

સામાન્ય લોકો પર વધુ મોંઘવારીનો માર, ડુંગળી અને બટાટા બાદ ટામેટાના ભાવ આસમાને

નવી દિલ્હીઃ હીટવેવ અને આકરી ગરમીએ સામાન્ય લોકોને બેવડો ફટકો આપ્યો છે. ઉનાળાની આ સિઝનમાં શાકભાજીના ભાવ આસમાને છે. ડુંગળી અને બટાકાની સાથે ટામેટા પણ દેશના અનેક વિસ્તારોમાં મોંઘા થઈ રહ્યા છે. છેલ્લા બે સ

નવી દિલ્હીઃ હીટવેવ અને આકરી ગરમીએ સામાન્ય લોકોને બેવડો ફટકો આપ્યો છે. ઉનાળાની આ સિઝનમાં શાકભાજીના ભાવ આસમાને છે. ડુંગળી અને બટાકાની સાથે ટામેટા પણ દેશના અનેક વિસ્તારોમાં મોંઘા થઈ રહ્યા છે. છેલ્લા બે સપ્તાહમાં ટામેટાંની કિંમત બમણી થઈ ગઈ છે.

શરૂઆતમાં ટામેટાના ભાવ મહારાષ્ટ્ર અને દક્ષિણના રાજ્યો કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં જોવા મળતા હતા, પરંતુ હવે સમગ્ર દેશમાં તેના ભાવ વધી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટામેટાંના ભાવ વધુ વધી શકે છે.

અત્યારે ટામેટાંનો ભાવ શું છે ?

દક્ષિણ ભારતમાં ટામેટાની સરેરાશ જથ્થાબંધ કિંમત 35 થી 50 રૂપિયા પ્રતિ કિલો છે. કર્ણાટકના કેટલાક બજારોમાં ટામેટાની કિંમત 60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. જો છૂટક કિંમતની વાત કરીએ તો ઘણી જગ્યાએ ટામેટાં 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. ગુજરાતમાં તેના ભાવ 70 થી 80 રૂપિયે કિલો છે.

છેલ્લા બે-ત્રણ સપ્તાહમાં ટામેટાના ભાવ એક વર્ષ અગાઉની સરખામણીએ બમણા થઈ ગયા છે. જોકે, અત્યાર સુધી ઉત્તર ભારતમાં ટામેટાના ભાવમાં આટલો વધારો જોવા મળ્યો નથી. જુલાઈમાં સ્થિતિ જટિલ બની શકે છે. હકીકતમાં જ્યારે પણ સપ્લાયમાં ઘટાડો થાય છે ત્યારે ભાવ વધે છે.

ટામેટાં કેમ મોંઘા થઈ રહ્યા છે ?

આ વર્ષે ટામેટાંનું ઉત્પાદન વધુ થયું નથી. આકરી ગરમીને કારણે ફૂલો અને ફળો બગડી ગયા હતા જેના કારણે ઉત્પાદનમાં પણ ઘટાડો થયો હતો. આ સિવાય એવું માનવામાં આવે છે કે બજારમાં ટામેટાંનો વધુ પુરવઠો નથી. છેલ્લા એક વર્ષથી જુલાઇ અને ઓક્ટોબર વચ્ચે ટામેટાના ભાવ આસમાને છે.

ડુંગળી અને બટાટા કેટલા મોંઘા થયા ?

છેલ્લા એક વર્ષની સરખામણીમાં બટાકાના ભાવમાં 43.82 ટકાનો વધારો થયો છે. ડુંગળીના ભાવમાં પણ 55.05 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે સરકારે ડુંગળીના ભાવને કાબૂમાં રાખવા માટે તેની નિકાસ બંધ કરી દીધી હતી, પરંતુ ચાલુ નાંણાકીય વર્ષમાં ફરીથી ડુંગળીની નિકાસ શરૂ થઈ ગઈ છે.

ટામેટાનાં ભાવમાં લગભગ 37.29 ટકાનો વધારો થયો છે. થોડા દિવસો પહેલા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર ડુંગળીના ભાવમાં 43 ટકા, ટામેટાના ભાવમાં 39 ટકા અને બટાકાના ભાવમાં 41 ટકાનો વધારો થયો છે.

આકરી ગરમી અને ઓછા વરસાદના કારણે શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. વધતી મોંઘવારી અંગે નિષ્ણાતોનું કહેવું છે કે ગરમીના કારણે મોંઘવારી દર ઊંચો રહેશે. ICRAનો અંદાજ છે કે જૂન 2024માં જથ્થાબંધ ફુગાવો 3 ટકા સુધી પહોંચી શકે છે. મોનસૂન (2024) મોંઘવારી દરને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter