(Photo: ANI)
પોરબંદરમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર બંધ
અમદાવાદઃ સૌરાષ્ટ્ર પર મેઘરાજા મન મૂકીને (Gujarat monsoon 2024) વરસ્યાં છે. અનેક જગ્યાઓએ જળબંબાકાર (heavy rainfall)ની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રના (Saurashtra) અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે છ સ્ટેટ હાઈવે સહિત 35 જેટલા રસ્તાઓ બંધ જેવી હાલતમાં છે. સાયક્લોનિક સર્ક્યુલેશન (cyclonic circulation) સક્રિય થતાં કચ્છ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પોરબંદર (Porbandar rains) અને જૂનાગઢ (Junagadh rains) જિલ્લામાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અતિભારે વરસાદ પડતા પોરબંદરના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે.
ધોધમાર વરસાદને પગલે રાજકોટ, પોરબંદર સહિત કેટલાક જિલ્લામાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. દ્વારકાનું જામરાવલ ગામ બેટમાં ફેરવાયું છે. બીજી તરફ, લીંમડી-દ્વારકા સ્ટેટ હાઈવે, પાનેલી હરીપરનો રસ્તો, કેનેડી અને ભાટિયા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે સાની ડેમમાં પાણીની આવક વધતા નજીકના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પોરબંદરમાં વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. જેમાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ હતી. તેવામાં અતિભારે વરસાદને પગલે છ સ્ટેટ હાઈવે, 25 પંચાયત હેઠળના રસ્તાઓ સહિત અન્ય 10 જેટલા રસ્તાઓને બંધ હાલતમાં છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નોંધનિય છે કે પોરબંદરમાં કલાકોમાં જ 14 ઇંચથી વધારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
#WATCH | Gujarat: Restoration work continues on the railway track damaged due to heavy rains and waterlogging, in Porbandar. pic.twitter.com/xTuPlquDKI
— ANI (@ANI) July 19, 2024