સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ટ્રાફિક જામ અને જળબંબાકારની સ્થિતિ- Gujarat Post

07:49 PM Jun 28, 2023 | gujaratpost

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી અહીં અવિરત વરસાદ પડી રહ્યો છે. સુરત શહેરમાં અને જિલ્લામાં ગઈકાલ રાતથી વધુ વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે.

હવામાન વિભાગે વરસાદને લઈને આજે સુરતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. સુરતમાં આજ સવારથી અડાજણ પાટીયા, ઈચ્છાપોર, ડિંડોલી, વરાછા, કાપોદરા, રિંગ રોડ સબજેલ વિસ્તાર, પર્વત પાટિયા, જહાંગીરપુરા, રાંદેર, અઠવાલાઈન્સ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ડિંડોલીમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારે વરસાદને લીધે શહેરના 10 સ્થળોએ ઝાડ પડવાનો કોલ ફાયરબ્રિગેડને મળ્યો હતો. શહેરના આઈ.પી.મિશન સ્કૂલના કમ્પાઉન્ડ, ઘોડદોડ રોડ આદર્શ સોસાયટી, અડાજણ સહજ સુપર સ્ટોર પાસે, રામનગર સ્વામીનારાયણ સ્કૂલ પાસે, લંબે હનુમાન રોડ રાધાકૃષ્ણ મંદિર પાસે, વરાછા પોદાર આર્કેડ પાસે, અડાજણ એલ.પી.સવાણી સર્કલ પાસે, ઘોડદોડ રોડ બ્લ્યુ સ્ટાર રેસિડન્સી પાસે, મહિધરપુરા પોલીસ લાઈન પાસે, વેડરોડ અખંડ આનંદ કોલેજ પાસે ઝાડ પડયા હતા. તે પૈકી આઈ.પી.મિશન સ્કૂલના કમ્પાઉન્ડમાં ઝાડ પડતા એક કાર અને બાઈક દબાયા હતા, તેમજ ઘોડદોડ રોડ આદર્શ સોસાયટીમાં ઝાડ કાર પર પડતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

Trending :

સુરત ઉપરાંત બારડોલી, મહુવા, પલસાણા સહિતના તાલુકાઓમાં પણ સરેરાશ 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. બારડોલીમાં ભારે વરસાદથી બારડોલીથી કડોદ માંડવી સ્ટેટ હાઈ-વે પણ પ્રભાવિત થયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post