+

હરિયાણામાં બીફ ખાવાની આશંકામાં ગૌરક્ષકોએ યુવકની કરી હત્યા, 5 લોકોની ધરપકડ- Gujarat Post

Crime News: હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં ગૌમાંસ ખાવાની શંકામાં એક પરપ્રાંતિય વ્યક્તિને ગૌરક્ષકોએ માર માર્યો હતો. આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીના જણાવ્યાં અનુસાર, સાબીર

Crime News: હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં ગૌમાંસ ખાવાની શંકામાં એક પરપ્રાંતિય વ્યક્તિને ગૌરક્ષકોએ માર માર્યો હતો. આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીના જણાવ્યાં અનુસાર, સાબીર મલિકની 27 ઓગસ્ટે હત્યા કરવામાં આવી હતી.

નોંધાયેલા પોલીસ કેસના આધારે અધિકારીએ કહ્યું કે બીફ ખાવાની શંકાને આધારે, પાંચ આરોપીઓએ મલિકને ખાલી પ્લાસ્ટિકની બોટલો વેચવાના બહાને એક દુકાનમાં બોલાવ્યો હતો અને ત્યાં તેની સાથે મારપીટ કરી હતી. આરોપીઓની ઓળખ અભિષેક, મોહિત, રવિન્દર, કમલજીત અને સાહિલ તરીકે થઈ છે. જ્યારે આરોપીઓ તેને મારતા હતા, ત્યારે કેટલાક લોકોએ દરમિયાનગીરી કરી ત્યારબાદ તેઓ મલિકને બીજી જગ્યાએ લઈ ગયા અને ત્યાં તેને ફરીથી માર્યો, જેના કારણે તેનું મોત થઇ ગયું હતુ.

પોલીસે જણાવ્યું કે મલિક ચરખી દાદરી જિલ્લાના બાંદ્રા ગામ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો અને પોતાનું ગુજરાન ચલાવવા માટે ભંગાર ભેગો કરતો હતો. પોલીસ અધિકારીનાં જણાવ્યાં અનુસાર તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter