વડોદરા: નવરાત્રિના પાવન પર્વ પર વડોદરામાં 16 વર્ષની સગીરા મિત્રને મળવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. મિત્ર સાથે બેઠેલી સગીરા પર ત્રણ લોકોએ તેના મિત્રને ગોંધી રાખીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ઘટના પર નિવેદન આપતા ભાવુક થયા હતા.
તેમણે કહ્યું કે, આરોપી કોઈ પણ ખૂણે છુપાશે શોધી કાઢવામાં આવશે. મારી ગુજરાતની દીકરી સાથે જે ઘટના બની છે તેનાથી મારું લોહી ઉકળી ગયું છે. માં અંબાને મેં પ્રાર્થના કરી છે કે, તે જે પણ નરાધમો હોય તેને પકડવા માટે માં અંબા શક્તિ આપે અને કોઈને છોડવામાં નહીં આવે.
તેમણે યુવાઓને અપીલ કરી હતી કે નવરાત્રિનો તહેવાર ઉત્સાહ ઉમંગ સાથે ઉજવવા માટે છે. કોઈ ખોટા કામ કરીને તહેવારને બદનામ કરવાનું કામ ન કરતા. તમારા માતા-પિતાએ તમારા પર વિશ્વાસ રાખીને તમને ગરબા રમવા માટે મોકલતા હોય છે. તેનો દુરુપયોગ ન કરતા. આ સાથે માં અંબા અને ઘરે રહેલી માંનો વિચારીને કોઈ ખોટું કામ ન કરતા. હાલ પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. બીજી તરફ કોંગ્રેસ આ ઘટનાને લઇને ભૂપેન્દ્ર પટેલ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે. આવી ઘટનાઓ દાહોદ, વડોદરા, ધાંગ્રધા સહિતના વિસ્તારોમાં બની છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526