બધુ બરાબર નથી... ક્રિકેટર હાર્દિક પંડ્યાં અને નતાશાના છૂટાછેડાની ચર્ચાઓ તેજ- Gujarat Post

12:02 PM May 25, 2024 | gujaratpost

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ સારી ચાલી રહી નથી. તેની ટીમ પહેલા જ આઈપીએલમાંથી બહાર થઈ ચૂકી છે. હવે સમાચાર આવી રહ્યાં છે કે સ્ટાર ઓલરાઉન્ડર અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. હાર્દિકની પત્નીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પંડ્યા અટક પણ હટાવી દીધી છે

ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની મોડલ પત્ની નતાસા સ્ટેનકોવિકે તેમના લગ્ન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હોવાની અટકળો હાલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર થતી ચર્ચાઓ મુજબ એવું પણ અનુમાન છે કે તેમના કરાર મુજબ હાર્દિક પંડ્યા તેની નેટવર્થની 70% રકમ અને સંપત્તિ નતાશાને ટ્રાન્સફર કરશે.

નતાશાએ હાર્દિક સાથેની તેની તાજેતરની તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દીધી છે. બંનેએ વર્ષ 2020માં લગ્ન કર્યાં હતા. તે જ વર્ષે નતાશાએ અગસ્ત્ય પંડ્યા નામના પુત્રને જન્મ આપ્યો. 4 માર્ચે નતાશાનો જન્મદિવસ હોવાના કારણે તેમના અલગ થવાની અટકળો પણ લગાવવામાં આવી રહી હતી. આ દરમિયાન હાર્દિક તરફથી કોઈ પોસ્ટ કરવામાં આવી ન હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526