જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની વયે મુંબઈમાં નિધન- Gujarat Post

12:16 PM Dec 12, 2024 | gujaratpost

બોલિવૂડ સંગીતકાર કલ્યાણજી–આણંદજી સાથે પુરુષોત્તમ ઉપાધ્યાય પણ મ્યૂઝિક આપતા હતા

લતા મંગેશકર, આશા ભોસલે અને મહમ્મદ રફી જેવા સિંગર્સ સાથે પુરુષોત્તમ ઉપાધ્યાયે કામ કર્યું હતુ

અમદાવાદઃ ગુજરાતનું ગૌરવ સમા ગાયક અને જાણીતા સંગીતકાર પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે. 90 વર્ષની વયે પુરુષોત્તમ ઉપાધ્યાયે મુંબઈ ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. મૂળ ખેડા જિલ્લાના વતની અને મુંબઈમાં રહેતા પુરુષોત્તમ ઉપાધ્યાયનું ગુજરાતી સુગમ સંગીતની ઊગતી પેઢી માટે મોટું યોગદાન છે.

તેમના અવસાનથી સંગીત રસિકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી નવાજ્યાં હતા. 2017માં તેમને પદ્મશ્રી ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યાં હતા. તેમને સુગમ સંગીતના ક્ષેત્રમાં અઢળક પ્રદાન કર્યું છે.  

પુરુષોતમ ઉપાધ્યાયનો જન્મ ખેડા જિલ્લાના ઉત્તરસંડામાં 15 ઑગસ્ટ 1934ના રોજ થયો હતો. નાનપણથી પુરુષોત્તમ ઉપાધ્યાયને સંગીતનો  શોખ હતો અને આગળ જતાં તેમનો આ રસ એટલો વધી ગયો કે પરિવારને જાણ કર્યા વિના જ આ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે વતનને અલવિદા કહીને મુંબઈ જતા રહ્યાં હતા. નાની મોટી કંપનીઓમાં કામ બાદ નૂરજહાંની સામે ગીત ગાવાની તક મળી અને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++