+

પાલનપુરમાં વીજળીના કડાકા સાથે કરા પડ્યાં, અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ

અમદાવાદઃ મે મહિનાની ગરમીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે, બનાસકાંઠાના પાલનપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે કરા પડ્યાં હતા. ડીસા, અમીરગઢ, ધાનેરા, વડગામમાં પણ માવઠું થયું છે. ઉત્તર ગુજરાતના મો

અમદાવાદઃ મે મહિનાની ગરમીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે, બનાસકાંઠાના પાલનપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે કરા પડ્યાં હતા. ડીસા, અમીરગઢ, ધાનેરા, વડગામમાં પણ માવઠું થયું છે. ઉત્તર ગુજરાતના મોડાસા, ભિલોડા, માલપુર, મેઘરજમાં પણ કમોસમી વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના અન્ય શહેરોમાં પણ માવઠાની આગાહી છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો છે સાથે જ પવન પણ ફૂંકાઇ રહ્યો છે

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ છે, કમોસમી વરસાદને કારણે ખેતીના પાકન નુકસાનની ભીતી છે, વરસાદને કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી છે

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter