બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન આગળ
અમરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમર પાછળ
પરસોત્તમ રૂપાલાએ શરૂઆતથી જ લીડ લીધી
અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024ના આજે (lok sabha election results 2024) પરિણામો જાહેર થઈ રહ્યાં છે. જે અંતર્ગત ગુજરાતની 26 પૈકી 25 લોકસભા સીટની મત ગણતરી (vote counting) થઈ રહી છે. આ દરમિયાન ભાજપ માટે ચિંતાજનક સમાચાર પ્રારંભિક વલણમાં (trends) સામે આવ્યાં છે. પાટણ અને બનાસકાંઠામાં કોંગ્રેસના (congress candidates) ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે.
ગુજરાતની 26માંથી 25 બેઠકો પર ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ હતી. ત્યારે 25 બેઠકોના પરિણામ આજે સૌની નજર રહેશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526