+

વિકલાંગના નકલી સર્કિફિકેટને લઇને મોટી કાર્યવાહી, ગુજરાતમાં કામ કરતા 5 IAS અધિકારીઓનો ફરીથી મેડિકલ ટેસ્ટ કરાશે

(પ્રતિકાત્મક ફોટો) UPSC એ દેશમાં વિકલાંગ IAS અધિકારીઓના નવા મેડિકલ સર્ટીફિકેટ માંગ્યા ગુજરાતના 5 આઇએએસ અધિકારીઓના ફરી મેડિકલ ટેસ્ટ કરાશે ગાંધીનગરઃ મહારાષ્ટ્રની પૂજા ખેડકર ખોટી રીતે IAS બની હો

(પ્રતિકાત્મક ફોટો)

UPSC એ દેશમાં વિકલાંગ IAS અધિકારીઓના નવા મેડિકલ સર્ટીફિકેટ માંગ્યા

ગુજરાતના 5 આઇએએસ અધિકારીઓના ફરી મેડિકલ ટેસ્ટ કરાશે

ગાંધીનગરઃ મહારાષ્ટ્રની પૂજા ખેડકર ખોટી રીતે IAS બની હોવાનું સામે આવ્યાં બાદ યુપીએસસી હવે એલર્ટ છે અને દેશભરમાં કામ કરતા અન્ય IAS અધિકારીઓ સામે પણ તપાસ થઇ રહી છે. ગુજરાતમાં કામ કરનારા 5 આઇએએસ અધિકારીઓનું મેડિકલ ફરીથી કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે. વિકલાંગ કોટામાં ખોટા સર્ટિફિકેટ મુકીને સરકારી નોકરી મેળવાનારાઓ સામે સકંજો કસાયો છે.

પૂજાએ વિકલાંગ ક્વોટામાં ઓબીસીમાં નોન-ક્રીમી લેયર આપીને આઈએએસની નોકરી મેળવી હતી

મહારાષ્ટ્રમાં ખોટી રીતે આઇએએસ બનેલી પૂજા ખેડકરનું કૌભાંડ સામે આવ્યાં બાદ દેશભરમાં યુપીએસસીએ તપાસ શરૂ કરી છે, જેમાં ગુજરાતમાં પણ કેટલાક આઇએએસ અધિકારીઓ વિકલાંગના સર્ટિફિકેટ મુકીને ખોટી રીતે નોકરી કરી રહ્યાં હોવાના આક્ષેપો થયા હતા અને હવે આ તમામ 5 અધિકારીઓએ પોતાનું મેડિકલ ફરીથી કરવા આદેશ આપવામાં આવ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter